Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સ્ત્રી ઓમાં થતો હાડકાં અને સાંધાનો દુખાવો-પજવતી સમસ્‍યા

વિશ્વ મહિલા દિવસ નિમિતે નારી તંદુરસ્‍તીનું મહત્‍વ સમજાવતા પ્રખ્‍યાત રૂમટોલોજીસ્‍ટ ડો.અંકિત ગણાત્રા

આજના યુગમાં સ્‍ત્રીઓ પુરૂષોની સાથે જ શૈક્ષણિક, સામાજિક અને વાણિજય વિભાગમાં આગઇ વધી રહી છે એ સમગ્ર વિશ્વ અને ખાસ કરીને આપણા ભારતવર્ષ માટે ખુબ જ ગર્વ લેવા જેવી બાબત છે પણ જયારેસ્ત્રીઓના સ્‍વાસ્‍થ્‍યની સુરક્ષાની વાત આવે છે ત્‍યારે તે બાબત પર જાણતા કે અજાણતા અવગણના થતી જોવા મળે છે. આજે આપણે આપની રોજબરોજના જીવનમાં ઘણીસ્ત્રીઓને કમરના દુખાવાની, સાંધાના અને સ્‍નાયુના દુખાવાની, ગોઠણના દુખાવાની ફરિયાદ કરતા સાંભળીએ છીએ પણ  જાણતા કે અજાણતા તેને અવગણીએ છીએ. ૮ માર્ચના રોજ જયારે આપણે ફરી એકવાર વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવા જઇ રહયા છીએ ત્‍યારેસ્ત્રીઓની શારીરિક રચના, તેમને ઉદભવતા પ્રશ્નો અને તેમના ઉકેલ પ્રત્‍યે ધ્‍યાન આપવું ખુબ જ જરૂરી બની ગયુ છે.

સ્ત્રી ઓમાં ગોઠણનો દુખાવો થવાના કારણો કયા હોય છે?

સ્ત્રી ઓને થતા હાડકાના દુખાવામાં સૌથી સામાન્‍ય કારણ છે એ છે ઘસારાને ને કારણે થતો ગોઠણનો દુખાવો (Osteroarthritis), આ ઘસારો સામાન્‍ય રીતે શારીરિક કસરતનો અભાવ, મેદસ્‍વીતા, પગના સ્‍નાયુઓની નબળાઇને કારણે થાય છે. આ બીમારીમાં ઉઠવા બેસવામાં, પગથિયા ઉતડ-ચડ કરવામાં આવે રોજિંદા કામ કરવામાં તકલીફ અને દુખાવાનો અનુભવ થાય છે. જો આ તકલીફની પહેલેથી અને શરૂઆતના ગાળામાં જ યોગ્‍ય સારવાર કરવામાં આવે તો રોજબરોજની થતી શારીરિક હાલાકામાંથી છુટકારો મેળવી શકાય છે.

સ્ત્રી ઓમાં હાથ પગના સાંધામાં દુખાવો કયા કારણોથી થાય છે

હાથ અને પગ સાંધામાં આવતા સોજા અને દુખાવાઓની બીમારીને વા(Rheumatoid Arthritis)કહેવાય છે. આ એક રોગપ્રતિકારક શકિતમાંથી ઉદભવતી બીમારી છે જેમાં રોગપ્રતિકારક શકિત પોતાના જ શરીરને દુશ્‍મન સમજીને તેના પર હુમલો કરે છે. આ બીમારી બન્ને-સ્ત્રી ઓ અને પુરુષોમાં જોવા મળે છે પણ પુરુષો કરતાસ્ત્રીઓમાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. આ   બીમારીને કારણે હાથ અને પગના સાંધામાં સોજો આવે છે અને તીવ્ર દુખાવો થાય છે અને સવારના સમય દરમિયાન સાંધા જકડાઇ જવાની તકલીફોનો અનુભવ થાય છે. વા ના લક્ષણોમાં હાથ અને પગની આંગળીઓમાં તેમજ બીજા સાંધામાં સોજો આવવો અને દુખાવો થવો, સવારના સમયે સાંધા જકડાઇ જવા, સાંધામાં લાલાશ અને ગરમાવાનો અનુભવ થાય છે. આ  ઉપરાંત અમુક દર્દીઓને થાક લાગવો, વજન ઘટી જવું, ભુખ ના લાગવી અને તાવ આવવા જેવી તકલીફો પણ થઇ શકે છે. જો આ બીમારીનું સમયસર નિદાન અને સારવાર ના કરવામાં આવે તો સાંધામાં અસહય દુખાવો થાય છે અને આ બીમારીને કારણે સાંધા બેડોળ બની જાય છે જેને કારણે દર્દીને રોજિંદા કામકાજ કરવામાં તકલીફનો સામનો કરવો પડે છે. પણ જો આ બીમારીની સારવાર સમયસર કરવામાં આવે તો સાંધામાં થતો દુખાવો અને સાંધામાં થતું નુકશાન અટકાવી શકાય છે.

સ્ત્રી ઓમાં કમરનો અને હાડકાનો દુખાવો પુરુષો કરતા વધુ પ્રમાણમાં શા માટે જોવા મળે છે?

આ સમસ્‍યાના ઉકેલ માટેસ્ત્રીની શારીરિક રચના સમજવી ખુબ જ જરૂરી બની જાય છે.સ્ત્રીઓમાં ઇસ્‍ટોજેન હોર્મોન હોય છે જેસ્ત્રીઓમાં હાડકા અને સાંધાને મજબુત રાખવામાં મદદરૂપ થાય છે.સ્ત્રીઓમાં માસિકસ્ત્રાવ બંધ થાય એટલે કે મેનોપોસ પછી ઇસ્‍ટરોજેન હોર્મોનની ઉણપ થાય છે. જેને કારણે દર વર્ષે હાડકાની મજબુતાઇમાં દર વર્ષે ૨%નો એકંદરે ઘટાડો થતો હોય છે. આ કારણોસર હાડકાનો દુખાવો અથવા તો અસ્‍થિઃવા(Osteoporosis) થાય છે. જો તેની સારવાર સમયસર ન કરવામાં આવે તો આયુષ્‍યભર હાડકાનો દુખાવો, વારંવાર હાથ પગના ફ્રેકચર, મણકાના ફ્રેકચર થવાની શકયતાઓ રહેલી હોય છે. પણ જો તેની સમયસર અને યોગ્‍ય રીતે સારવાર અને દવાઓ આપવામાં આવે તો આ સમસ્‍યા ટાળી શકાય છે.

હાડકાં અને સાંધાને લગતી બીમારીનું નિદાન કઇ રીતે કરી શકાય છે?

વા ના નિષ્‍ણાંતો(Rheumatologist)દર્દીની તકલીફો અને લક્ષણો વિષે વિસ્‍તારથી માહિતી મેળવ્‍યા બાદ તેને તપાસીને નિદાન કરતા હોય છે અને જરૂર પડયે અમુક ચોકકસ લોહીની તપાસ કરાવે છે જેથી આ બિમારીઓની સારવાર ચોકકસ રીતે અને ઝડપથી કરી શકાય

સાંધામાં સોજો ના હોય પણ શરીરમાં દુખાવાનો અનુભવ થતો હોય તો વા ના નિષ્‍ણાંતને બતાવવું જોઇએ?

હા, આવી અમુક પરિસ્‍થિતિઓમાં સ્‍નાયુઓમાં દુખાવો થાય છે. જેને કારણે લોકો એમ કહેતા સંભળાય છે કે મારા આખા શરીરમાં દુખાવો થાય છે. આ સ્‍થિતિમાં દર્દીને ઊંઘ ઓછી આવવી, વધુ થાક લાગવો, સ્‍વભાવ ચીડીયો થઇ જવો જેવી તકલીફો થાય છે અને તે આગળ જતા વા ની બીમારીમાં પરિણમે છે.

સાંધાના અને હાડકાના દુખાવાને લગતી બિમારીઓની સારવાર શકય છે?

આ પ્રશ્ન વિષે સચોટ માહિતી હોવી ખુબ જ જરૂરી છે કારણકે સારવારને લઇને લોકોમાં ઘણીબધી ખોટી માન્‍યતાઓ પ્રવર્તે છે જેમકે આ બિમારીઓની કોઇ સારવાર જ નથી અથવા તો સારવારમાં માત્ર સટીરોઇડસ કે પેઇન કીલર દવાનો જ ઉપયોગ થાય છે. અહી લોકોને માહિતગાર કરવા જરૂરી છે કે હાડકા અને વા ની બિમારીઓ માટે અમુક ચોકકસ દવાઓ હોય છે, જેના સમયસર વપરાશથી શરીરમાં થતી રોગપ્રતિકારક શકિતની ગડબડ અટકાવી શકાય છે અને સારવાર દ્વારા દર્દી સામાન્‍ય જિંદગી જીવી શકે છે. વા ના નિષ્‍ણાંત એટલેકે રૂમેટોલોજીસ્‍ટ અને ઓર્થોપેડિક સર્જન વચ્‍ચે શું તફાવત હોય છે?

રૂમેટોલોજીસ્‍ટ એટલે હાડકાં અને વા ને લીધે થતી બિમારીઓના નિષ્‍ણાંત જે દવાઓ દ્વારા આ બિમારીઓની સારવાર કરે છે જયારે ઓર્થોપેડિક સર્જન હાડકાના ઓપરેશનના નિષ્‍ણાંત હોય છે.

ડો.અંકિત એલ.ગણાત્રા

રાજકોટ મો. ૮૯૮૦૯ ૫૭૮૪૪

(4:50 pm IST)