Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાનાપ્રમુખ મયંકભાઇ પર શુભેચ્‍છાવર્ષા

રાજકોટ તા. ૬: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના માર્ગદર્શનમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે મયંકભાઇ નાયકજીની નિમણુંક કરતા શુભેચ્‍છાઓ વર્ષી રહી છે.

મયંકભાઇ નાયક ભાજપના પાયાના કાર્યકરથી લઇને પાર્ટી દ્વારા જે કોઇળ જવાબદારી આપવામાં આવેલ તે પોતાની આગવી સુજબુજથી સુપેરે નિભાવીને ભારતીય જનતા પક્ષને વધુને વધુ મજબૂત બનાવવાના પ્રયત્‍નો કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરેલ.

મયંકભાઇ નાયકના કાર્યથી પ્રભાવિત થઇને સી. આર. પાટીલ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ ક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે નિમણુંકને ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના સ્‍થાપક પ્રમુખ હેમરાજભાઇ પાડલીયા તેમજ સમગ્ર ગુજરાતના ઋષિવંશી સમાજના આગેવાનો અને કાર્યકરએ મયંકભાઇ નાયકની વરણીને આવકારી શુભેચ્‍છાઓ પાઠવેલ છે.

(4:41 pm IST)