Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયોઃ કુદરતી રંગોથી રમજો

રાજકોટ જિલ્લાના ગ્રામજનોને હોળી-ધૂળેટીની ભૂપત બોદરની શુભેચ્‍છા

રાજકોટ તા. ૬: જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરએ રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોને હોળી અને ધુળેટીના પાવન પર્વની શુભેચ્‍છા આપતા જણાવેલ કે આ વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી, હોળીને રંગોનો તહેવાર' પણ કહેવાય છે. બીજા દિવસ ધુળેટીને પડવો' કહેવામાં આવે છે. હોળી આવતા લોકો ખુબ ઉત્‍સાહિત થઇ જાય છે. વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતં હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે.

ત્‍યારબાદ રંગોનો તહેવાર ધુળેટી બનાવવામાં આવે છે. સર્વત્ર અવનવા કલરોનો સામ્રાજય છવાઇ જાય છે અને રંગે ચંગે લોકો આ ઉત્‍સવ અને માણે છે. આ રંગોના આ તહેવાર થકી સમાજમાં સામાજિક સમરસતાનું સ્‍થાપન થાય છે, ત્‍યારે હોળી ધુળેટીના આ પાવન પર્વને કુદરતી કલરથી ઉજવી કેમિકલયુકત કલરનો ત્‍યાગ કરવા સર્વે ગ્રામજનોને હોળી ધુળેટીની શુભેચ્‍છા આપતા ભુપત બોદરેએ જણાવેલ છે.

(5:04 pm IST)