Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ઓપન ગુજરાત ટેનીશ ટુર્નામેન્‍ટમાં રાજકોટની પ્રિયાંશી વધુ એક વખત ઝળકીઃ વુમેન્‍સ કેટેગરીમાં ચેમ્‍પીયન

કોચ કૂલદીપ જોષી પાસેથી સઘન તાલીમ મેળવી રહી છેઃ માતા સ્‍વ. કાજલ ચૌહાણનું સપનું

 

રાજકોટ તા. ૬: ગુજરાત સ્‍ટેટ ટેનીશ એસો. દ્વારા રેન્‍કિંગ ટૂર્નામેન્‍ટનું આયોજન રાજકોટ ખાતે કાઠીયાવાડ જીમખાના ખાતે  KBJ ટેનીસ એકેડમી દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં રાજકોટની પ્રિયાંશી ચૌહાણ ભાગ લીધો હતો અને તે વુમેન્‍સ કેટેગરીમાં ટોપ સીડ રહી હતી, તેમાં વુમેન્‍સ સીંગલસ ફરી એક વખત પ્રિયાંસી ચૌહાણ એ પ્રથમ નંબર મેળવીને ખીતાબ જીત્‍યું છે. ચેમ્‍પીયન બની છે. પ્રિયાંશીએ ઉતમ પ્રદર્શન કરી ફરી એક વખત રાજકોટનું ગૌરવ વધાર્યું છે. પ્રિયાંશી તેમના કોચ કુલદીપ નેશી પાસે તાલીમ મેળવે છે. પ્રિયાંશી માતા સ્‍વ. કાજલનું અને પિતા  ICICI બેંકના ઓફીસર શ્રી ગીરીશભાઇ ચૌહાણનું સપનું પુરૂં કરી રહી છે, તેણી નેશનલ-ઇન્‍ટરનેશનલ ટુર્નામેન્‍ટ પણ રમી ચૂકી છે, પ્રિયાંસીની મોટી બેન દેવાંશી અમદાવાદમાં બાસ્‍કેટ બોલમાં ડંકો વગાડી રહી છે.

(5:05 pm IST)