Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટ-કોટડા તાલૂકામાં નવા રપ હજાર ઇ શ્રમ કાર્ડ અંગે ધડાધડ સર્વેઃ ૪ GIDCમાં કેમ્‍પો થશે

તળાવો ઉંડા ઉતાર્યા બાદ ગામડાના જીવન ધોરણ અંગે સર્વે.... : અમૃત સરોવર-૧૮ તળાવો-ચેકડેમો ઉપર બ્‍યુટીફીકેશન કાર્યવાહી અંગે ખાસ આદેશો

રાજકોટ તા. ૬ : આગામી દિવસોમાં રાજકોટ તાલુકા અને કોટડા સાંગાણી તાલુકામાં નવા રપ હજાર ઇ-શ્રમ નોંધણી કાર્ડ માટે સીટીપ્રાંત-ર શ્રી સંદિપ વર્માએ પોતાના સ્‍ટાફ-ટીમો, તલાટીઓ, મામલતદારો-ટીડીઓ મારફત ખાસ અભિયાન હાથ ધર્યું છે, આ માટે તમામ તલાટીઓને સર્વે કરવા, શાપર-વેરાવળ, લોઠડા, પડવલા, કુવાડવા GIDC-ક્ષેત્રમાં અન્‍ય ઔદ્યોગીક વિસ્‍તારોમાં ઇ-શ્રમ કાર્ડ માટે કેમ્‍પો કરવા સુચનાઓ આપી છે.

આ ઉપરાંત ઉપરોકત તાલુકાઓમાં અમૃત સરોવર ૧૮ તળાવો-ચેકડેમ સુધારવા, બ્‍યુટીફિકેશન માટે તુર્ત કાર્યવાહી કરવા મામલતદારો-ટીડીઓને આદેશો કરી રીપોર્ટ કરવા, તથા તળાવો બન્‍યા બાદ ગ્રામ્‍ય વિસ્‍તારનું, લોકોના જીવન ધોરણમાં કેવો બદલાવ આવ્‍યો  તે ખાસ સર્વે કરવા પણ સુચનાઓ આપી.

(5:01 pm IST)