Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટરમાં મહિલાઓમાટે કાલે સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ

મહિલા દિનની વૈજ્ઞાનિક ઢબે ઉજવણીઃ લાભ લેવા આમંત્રણ

રાજકોટ તા. ૬: રિજિયોનલ સાયન્‍સ સેન્‍ટર-રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રદ્યોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી (ગુજકોસ્‍ટ) હેઠળ વિકસાવવામાં આવેલ છે. સામાન્‍ય જનતામાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગૃકતા અને સંશોધાત્‍મક અભિગમ પેદા કરવા માટે ‘લોકો દ્વારા, લોકો થકી'ની પ્રેરણા સાતથે કાર્યશીલ છે અને તા. ૮ માર્ચ એટલે કે ઇન્‍ટરનેશનલ વુમન્‍સ ડેના ઉજવણીના થાય છે પણ આ વર્ષે ૮ માર્ચના ‘ધૂળેટી'ની રજા હોવાથી આ કાર્યક્રમ ૭ માર્ચના દિવસે ઉજવાશે.

જેના સંદર્ભમાં રિજિયોનલ સાયન્‍સ સેન્‍ટર દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેવા કે સાયબર ક્રાઇમ અને આઇબરફ્રોડમાં જે મહિલાઓ અસરગ્રસ્‍ત બની રહ્યા છે, તેમનામાં જાગૃતિ કેળવવા માટે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનથી પોલીસ ઇન્‍સ્‍પેકટરનું એકસપ,ર્ટ સેશન કાલે સાંજે ૪ વાગ્‍યે રાખેલું છે. તેમજ સાયન્‍સ ટેકનોલોજી, એન્‍જિનિયરિંગ, મેથેમેટિકસ, (STEM) જે મહિલાઓ આગળ છે અને તેમાં આગળ કેવી રીતે? તેનું માર્ગદર્શન રાજકોટ ICT ઓફિસર દ્વારા આપવામાં આવશે. તેમજ મહિલાઓ માટે ફ્રી રૂટિન ચેકઅપ કેમ્‍પ માધાપર અર્બન હેલ્‍થ કેર સેન્‍ટર દ્વારા રાખવામાં આવેલું છે. મહિલાઓને તેમની સફળતાની વાત અને કંઇક કૌશલ્‍ય રિપ્રેઝન્‍ટ કરવું હોય તેમના માટે પ્‍લેટફોર્મ પુરૂં પાડવામાં આવેલ છે રૂરલ ડેવલોપમેન્‍ટના ગૃહ ઉદ્યોગની મહિલાઓ દ્વારા તેમના ઉદ્યોગોની વસ્‍તુઓનું ડિસ્‍પ્‍લે રાખવામાં આવેલ છે. જાહેર જનતાને કાર્યક્રમને ઉજવવામાં ભાગરૂપ બને તેવી અપીલ કરાયેલ છે. સ્‍થળઃ રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર, ઇશ્‍વરિયા મંદિર પાસે, માધાપર, જામનગર રોડ, રાજકોટ

(3:37 pm IST)