Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વેવાઇ વિરૂધ્‍ધ વેવાણે કેસ રદ કરવા આપેલ અરજી નામંજુર

રાજકોટ તા. ૬ : વેવાઇએ વેવાણને સંબધમાં આપેલ રકમના કેસમાં વેવાણએ કેસ રદ કરવા આપેલ અરજી રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટ ખાતે રહેતા મનસુર એહદમઅલી માંકડાએ તેમના પુત્રના લગ્ન હળવદ રહેતા બતુલબેન ફકરૂદીન વોરાની દીકરી સાથે તેમના જ્ઞાતિના રીત રીવાજ મુજબ લગ્ન કરેલ હોય. જેમાં બતુલ ફખરૂદ્દીનએ મિલ્‍કત ખરીદ કરવાની હોય જે માટે રૂા. ૬,૦૦,૦૦૦ ની માંગણી રાજકોટના તેમના વેવાઇ મનસુર માંકડા પાસે કરેલ જેમાં વેવાણને મદદ થવાને હેતુસર તથા વેવાણ સાથેના સંબધના રૂએ વેવાઇએ રૂા.૬,૦૦,૦૦૦ આપેલ જે સામે વેવાણએ તેમની પેઢીના લેટર પેડમાં લખાણ પણ રી આપેલ જેમા તેમની ભાગીદાર તરીકે સહિ પણ કરી આપેલ. ત્‍યાર બાદ વેવાણને પોતાનો વેપાર માં જરૂરીયાતના કારણે ફરીથી રૂ.પ,૦૦,૦૦૦ ની માંગણી કરેલ હોય જે રકમ પણ સંબધના નાતે વેવાણને મદદરૂપ થવાના હેતુથી ફરીથી વેવાણને રૂા.પ,૦૦,૦૦૦ રકમ આપેલ.

આ અંગે વેવાણએ ફરીથી તેમની પેઢીના લેટર પેડ ઉપર જુની રકમ અને નવી રકમ મળીને કુલ રૂા.૧૧,૦૦,૦૦૦ નુ લખાણ કરી આપેલ જે રકમ આપ્‍યા બાદ ઘણો સમય પસાર થતા વેવાણએ રકમ પરત ન કરતા મનસુર માંકડાએ તેમની પેઢી અને તે પેઢીના ભાગીદારને તેમના વકીલ દુર્ગેશ જી.ધનકાણી મારફત નોટીસ મોકલાવેલ.

ત્‍યારબાદ સામેના પક્ષકારએ મનસુર માંકડાએ કરેલ કેસ દાવો રદ કરવા માટેની અરજી કરેલ જે અરજી સામે મનસુર માંકડાના એડવોકેટએ જવાબ વાંધા રજુ કરેલ અને આ અરજીની દલીલ સમયે બન્ને પક્ષકારોના વકીલોએ કોર્ટમાં રજુ થયેલ ડોકયુમેન્‍ટોમાં પોતા પોતાના તર્કથી કોર્ટને ધ્‍યાન અપાવી બન્ને પક્ષકારોના એડવોકેટ દલીલો કરેલ જેમાં કોર્ટે કેસ કરનારના એડવોકેટ દલીલો તથા રજુઆતોને ધ્‍યાને લીધેલ રાજકોટના સ્‍મોલ કોઝ કોર્ટ શ્રી એન.એન.દવેએ કેસ રદ કરવાની અરજી રદ કરતો હુકમો ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી વાદી તરફથી રાજકોટના જાણીતા પ્રખ્‍યાત યુવા એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી, વીજય સીતાપરા, પ્રદીપ બોરીચા, રંજનબા એચ.જાડેજા તથા વિવેક સોજીત્રા રોકાયેલા હતા

(3:33 pm IST)