Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

કલેકટર કચેરીના બગીચામાં શોર્ટ સરકીટનો ભયઃ લાઇટો તૂટી ગઇઃ વીજ વાયરો લબડે છે!!

રાજકોટઃ રાજકોટની નવી કલેકટર કચેરીના અદ્યતન બગીચામાં ભયાનક શોર્ટ સરકીટનો ભય ઉભો થયો છે. રાત્રે શાનદાર રોશની પાથરતા બલ્બ તૂટી જતા-લાઇટો તૂટી જતા જીવતા વીજ વાયરો લબડી રહ્યા છે., જે પણ લોખંડની એંગલો સાથે અડીને, બગીચામાં અવાર નવાર કર્મચારીઓ જતા હોય છે, લોકો આવતા હોય છે, આવેદન દેવા આવતા લોકો છાયંંડામાં બેસતા હોય છે, તે સમયે આ જીવતા બોંબ સમાન લાઇટને કે વીજવાયરને કોઇ ભૂલથી અડી ગયું તો સીધા રામ બોલો ભાઇ રામ જેવી સ્થિતિ સર્જાય જાય, પણ આવુ ન બને તે માટે તાકિદે આ લાઇટો-જીવતા વીજ વાયરનું રીપેરીંગ કરવું જોઇએ તેમ કલેકટર-એડી.કલેકટર સમક્ષ લોકોએ માંગણી કરી છે.

(4:21 pm IST)