Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ગ્રાહક એ જ રાજા એ આર.સી.સી. બેંકનું સૂત્ર : ડો.પીપરીયા

જયંતિભાઈ કુંડલીયાની સ્મૃતિમાં ગ્રાહક સેવા દિનની ઉજવણી કરતુ આર.સી.સી. બેંકઃ જયંતિભાઈ કુંડલીયાની આગવી સૂઝબુઝના ધોરણોને આગળ વધાતા બેંકે સફળતાના શિખરો સર કર્યા છેઃ મનસુખભાઈ પટેલ (ચેરમેન): આર.સી.સી. બેંકને ૧૫૦ થી ૨૦૦ કરોડની ડિપોઝીટ કેટેગરીમાં બેંકો પુરસ્કાર - ૨૦૧૮ મળેલ છે તે એક ગૌરવની બાબત : છેઃ ડો.બીનાબેન કુંડલીયા (એમડી) બેંક નુકશાનીમાંથી બહાર નીકળી દેશભરમાં નફાકારકતામાં પ્રથમ સ્થાન ઉપર પહોંચનાર આ બેંકની સફર સરાહનીય છે : જે.જે.શાહ

રાજકોટ : ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. ના પથદર્શક સ્વ. જયંતિભાઇ કંડલીયાની પૂણ્યતિથીની દર વર્ષે'ગ્રાહક સેવા દિન' તરીકે આર.સી.સી. બેંક ઉજવણી કરે છે તેના ભાગરૂપે જયંતિભાઇની સાતમી પૂણ્યતિથી નિમીતે ગ્રાહક સેવા દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન બેંક દ્વારા રાજકોટની પ્રથમ હરોળની હોટલ પેટ્રીયા સ્યુટ્સમાં કરવામાં આવેલ. જે કાર્યક્રમનું ઉદ્દઘાટન પૂ. જયંતિભાઇના પુત્ર શ્રી સતીષભાઇ કુંડલીયા બેંકના ચેરમેન શ્રી મનસુખભાઇ પટેલ, એમ.ડી. શ્રી બીનાબેન કુંડલીયા, સીઈઓ અને જનરલ મેનેજર ડો. પુરૂષોત્ત્।મ પીપરીયા સહીતના મહાનુભાવોએ કરેલ.

બેંકના મેનેજીંગ ડિરેકટરશ્રી ડો. બીનાબેન કુંડલીયાએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવેલ કે, ભારત લેવલે સહકારી બેંકોને માર્ગદર્શન આપનાર, સાહિત્ય અને મેગેઝીન પ્રસિદ્ધ કરનાર તેમજ સેમીનારનું આયોજન કરનાર એવીયેસ પબ્લીકેશન-બેંકો દ્વારા ભારતભરની સહકારી બેંકો પૈકી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બેંકોને એવોર્ડ થી નવાજવાનું આયોજન કરે છે. જેમાં સને ૨૦૧૭-૧૮ના વર્ષમાં આપણી બેંકને ૧૫૦ થી ૨૦૦ કરોડની ડિપોઝીટ ધરાવતી બેંકના સેગ્મેન્ટમાં હમણાં જ લોનાવાલા મુકામે કોટક બેંકના સીનીયર એકઝીકયુટીવ શ્રી ટી.વી. સુધાકર સહીતના એવોર્ડ પ્રદાન કરવામાં આવેલ હતો.

બેંકના સીઈઓ અને જનરલ મેનેજર ડો. પુરૂષોત્ત્।મ પીપરીયાએ જણાવેલ કે બેંકના પથદર્શક પૂર્વ ચેરમેન જયંતિભાઇ કંડલીયાની ગ્રાહક સેવા અંગેના વિચારોને આગળ ધપાવતા ગ્રાહકોને વધુને વધુ સારી અને ઉત્ત્।મ સેવા મળી રહે તે માટે બેંક હર હંમેશ પ્રયત્નશીલ રહે છે. બેંકે ગ્રાહકોના હીતને રક્ષીત કરી શકાય તે માટે લોકપાલ, ફેર પ્રેકટીશ કોર્ડ, સીટીઝન ચાર્ટર જેવા ગ્રાહકલક્ષી કાનુનોની અમલવારી ભારતભરની સહકારી બેંકો માંથી એક માત્ર આર.સી.સી. બેંક કરે છે તે બેંક માટે ગૌરવની બાબત છે.  ભારતભરની તમામ પ્રકારની બેંકો પૈકી આર.સી.સી. બેંક નફાકારકતાની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને છે ઓવરહેડ એપેન્ડીચરને કન્ટ્રોલમાં રાખી બેંકની નફાકારકતાને અવ્વલ નંબરે લાવી શકયા છીએ.

કો-ઓપરેટીવ બેંકીંગ ઇસ્યુ ઓન્લી ના નામથી ડો. પીપરીયા ગ્રુપ ચલાવે છે જે નોલેજ શેરીંગ ગ્રુપમાં ગુજરાતની કો-ઓપરેટીવ બેંકના સી.ઇ.ઓ., જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર પોસ્ટ સમકક્ષના અધિકારીઓ, નિવૃત આર.બી.આઇ.ના અધિકારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહીતના કો-ઓપરેટીવ બેંકીંગના તજજ્ઞો આ નોલેજ શેરીંગ ગ્રુપમાં ગ્રુપના મેમ્બર છે. આ નોલેજ શેરીંગ ગ્રુપમાં આ અગાઉ જાહેરાત કરવામાં આવેલી કે એકટીવલી બેંક ઉપયોગી માહિતી, સાહિત્ય, વિચારો કે રજુ થયેલા પ્રશ્નોના ઉકેલો આ નોલેજ શેરીંગ ગ્રુપમાં રજુ કરે તેને બિરદાવી આર.સી.સી. બેંક તરફથી એવોર્ડ અને પુરસ્કાર આપવાનું નક્કિ કરવામાં આવેલ અને જેના માટે ડો. પીપરીયા સહીત વિનોદ દદલાણી, શ્રી ખોખરા અને પ્રકાશ કપુરની એક પસંદગી કમીટી બનાવેલ. જેમાં શ્રી જે. જે. શાહ કે જેઓએ ગુજરાત રાજયના કો ઓપરેટીવ ડિપાર્ટમેન્ટમાં જીલ્લા રજીસ્ટ્રાર થી લઇ રાજય રજીસ્ટ્રાર ગાંધીનગરમાં જોઇન્ટ રજીસ્ટ્રાર તરીકે નિવૃત થયેલ અને ફરજ દરમ્યાન રાજય સરકારના મંત્રીશ્રીના અંગત સચીવ તરીકે સરાહનીય કામગીરી શ્રી જે. જે.શાહ એ બજાવેલ છે. હાલ તેઓ ગુજરાત રાજય સહકારી સંઘમાં ટ્રેનીંગ ડાયરેકટર અને સલાહકાર તરીકે જોડાયેલા છે. તેઓ આ નોલેજ શેરીંગ ગ્રુપમાં શહેરી સહકારી બેંકોના પ્રશ્નો બાબતે ઉંડાણપૂર્વક અભ્યાસ કરી વખતો-વખત બેંકોને મુંજવતા પ્રશ્નોનો ઉકેલ આપવામાં અગ્રેસર અને એકટીવ રહ્યા છે આથી આજના કાર્યક્રમમાં આ એવોર્ડ અને રોકડ પુરસ્કાર શ્રી જે. જે.ને આપવામાં આવેલ.

પૂજય જયંતિભાઇ કંડલીયાને શબ્દો થી શ્રદ્ધાંજલી અર્પણ કરવા ભકિત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાગરાગીણીમાં મહારત હાંસલ કરનાર એવા ડો.હંમત જોષી સુરાવલી થી હાજર સર્વેને મંત્રમુગ્ધ કરી દીધેલ. ડો. હેંમત જોષીએ ખુબ જ નાની ઉમરમાં રાગ ભૈરવીમાં પીએચડીની પદવી મેળવેલ છે અને બે મીનીટ થી પણ ઓછા સમયમાં હનુમાન ચાલીસા બોલવાની કુશળતા ધરાવે છે. ડો. હિંમત જોષી સાથે તેજસભાઈ શીશાંગીયાએ પોતાના અવાજ થી સર્વને મંત્રમુગ્ધ કરી દીધેલ.

આ પ્રસંગે બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા ગુજરાત ભરની બેંકના ચેરમેનશ્રીઓ, મેનેજરશ્રીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓ, નેશનલ કો-ઓપરેટીવ ફેડરેશન તથા ગુજરાત ફેડરેશનનાં ચેરમેન તેમજ રાજકોટ નાગરીક બેંકના પૂર્વ ચેરમેન શ્રી જયોતિન્દ્રભાઈ મહેતા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વી. પી. વૈષ્ણવ, દિકરાનું ઘરના મુખ્ય સંચાલક શ્રી મુકેશભાઇ દોશી, સૌરાષ્ટ્ર કચ્છ અર્બન બેંક ફેડરેશન અને વેરાવળ પીપલ્સ બેંકના પ્રમુખ શ્રી વિક્રમભાઈ તન્ના સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલાએ મહેમાનોનું શબ્દોથી સ્વાગત અને કાર્યક્રમનું સંચાલન કરેલ.

ઉપરની તસ્વીરમાં ડાબેથી આર.સી.સી. બેંકના સી.ઇ.ઓ અને જનરલ મેનેજર ડો.પુરૂષોત્ત્।મ પીપરીયા, મેનેજીંગ ડિરેકટર ડો. બિનાબેન જયંતિભાઈ કુંડલીયા, નેશનલ તથા ગુજરાત ફેડરેશનના ચેરમેન શ્રી જયોતિન્દ્રભાઇ મહેતા (મામા), આર.સી.સી. બેંકના ચેરમેન શ્રી મનસુખભાઈ પટેલ, એવોર્ડ વિનર શ્રી જે.જે. શાહ અને આર.સી.સી. બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવાલા દ્રષ્ટિગોચર થાય છે.

(4:18 pm IST)