Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

પીજી મેડીકલના હાર્ડ રીઝલ્ટ બાદ તા.૧રમીથી નેશનલ કાઉન્સેલીંગ

નીટ-પીજીનું ગુજરાત કક્ષાનું પરિણામ પપ.૬૯ ટકા

રાજકોટ, તા. ૬ : તબીબી વિદ્યાશાખામાં ઉચ્ચ અભ્યાસ માટે તા. ૧રમીથી ઓલ ઇન્ડીયા પ્રવેશ માટે કાઉન્સેલીંગનો પ્રારંભ થશે.નેશનલ બોર્ડ ઓફ એકઝામિનેશન્સ દ્વારા નીટ-પીજી લેવાયા બાદ ઓલ ઇન્ડીયા કવોટા અને સ્ટેટ કવોટાના કાઉન્સેલીંગ માટેનું ટાઇમટેલબ મેડીકલ કાઉન્સેલીંગ કમીટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ ઓલ ઇન્ડીયા કવોટા માટે ૧રમી માર્ચથી અને સ્ટેટ કવોટા માટે રપમી માર્ચથી કાઉન્સેલીંગ શરૂ થશે. ફોર્મ ભરવાની તારીખ હવે જાહેર થશે. ડીપ્લોમાની ૧૪૩ સીટ સરેન્ડર થતાં પીજી સીટની સંખ્યા ર,૧૦૦ જેવી થશ. નીટ-પીજીમાં ગુજરાતનું રિઝલ્ટ પપ.૬૯ ટકા જાહેર થયું હતું. ગુજરાતમાં ૬,પ૪૬ નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી ૩,૬૪૬ વિદ્યાર્થી કટઓફ માર્ક મેળવવામાં સફળ રહ્યાં હતાં. ગત વર્ષે પણ છ હજાર જેટલા વિદ્યાર્થીઓમાંથી પ૦ ટકા વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા.

(4:09 pm IST)