Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

કોર્પોરેશનની આવાસ યોજનામાં ઇમ્પેકટ યોજનાનો લાભ આપો

હાઉસીંગ બોર્ડની વસાહતોની સાથે-સાથે

રાજકોટ તા.૬: મ્યુ.કોર્પોરેશનના વિવિધ આવાસ યોજનાઓમાં લાભાર્થીઓ દ્વારા કરાયેલ. અન અધિકૃત બાંધકામને રેગ્યુલાઇઝ કરવા માટે સરકાર ઇમ્પેકટ ફી યોજનાનો લાભ આપે તેવી માંગ રાજકોટ કોર્પોરેશનની આવાસ યોજનાનાં ૨૦થી વધુ લાભાર્થીઓ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવાયું છે.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી વસાહતોના રહેવાસીઓને સરકાર દ્વારા જે પ્રકારે ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સ્લમ કલીયરન્સ સેલ માટે ૫૦% પેનલ્ટી રાહત યોજના હેઠળ તા. ૨૯ જૂન સુધી ફલેટ તથા ટેનામેન્ટ પ્રકારના મકાનોમાં અન અધિકૃત બાંધકામની ફી (ઇમ્પેકટ ફી) ભરી મૂળ બાંધકામનો દસ્તાવેજ કરાવવાની લાભાર્થીઓને અમુલ્ય તક અપાઇ રહી છે. જયારે આ જ તક ગુજરાત રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનની વસાહત ફલેટ કે ટેનામેન્ટમાં અપાઇ નથી જે હળાહળ અન્યાયકર્તા બાબત છે જેથી લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પહેલા મ્યુનિ. કોર્પોરેશનની આવાસ યોજનામાં પણ આ લાભ ત્વરિત જાહેર કરવા માંગ છે.

(4:05 pm IST)