Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

અટીકામાં સર્વિસ સ્ટેશનમાં બસમાં આગ

અટીકાના છેલ્લા ફાટક પાસે આવેલા સર્વિસ સ્ટેશનમાં સર્વિસ માટે આવેલી ખાનગી બસમાં બપોરે એકાએક આગ ભભૂકી ઉઠતાં નાશભાગ મચી ગઇ હતી. બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જો કે એ પહેલા બસ ખોખુ થઇ ગઇ હતી. આગ એન્જીનમાં સ્પાર્ક થતાં કે અન્ય કોઇ કારણે લાગી? તે અંગે તપાસ થઇ રહી છે.

(4:05 pm IST)