Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

રાજકોટમાં પાંચ સ્થળે ''વેટ''ના દરોડાઃ સ્ક્રેપ મોબાઇલ ઇકવીપમેન્ટ-સ્ટીલના વેપારીઓ ઝપટે

સુરેન્દ્રનગર-મોરબીમાં પણ તપાસઃ ગાંધીધામમાં ૪ સ્થળે હજુ તપાસ ચાલુ...

રાજકોટ તા. ૬ : સ્ટેટ જીએસટી એટલે કે રાજકોટ વેટ તંત્રની ટીમોએ આજે પણ દરોડાનો દોર ચાલુ રાખ્યો છે, આજે રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી મળી કુલ ૭ સ્થળે જોઇન્ટ કમીશ્નર સકસેનાના માર્ગદર્શન હેઠળ ટીમોએ દરોડો પાડયા છે.જેમાં રાજકોટમાં ભંગારના વેપારીઓ, મોબાઇલ ઇકવીપમેન્ટ પેઢીઓ તથા સ્ટીલના વેપારીઓ મળી કુલ પ સ્થળે ચેકીંગ હાથ ધરાયાનું સુત્રોએ ઉમેર્યું હતું., જયારે રાજકોટ બહાર પણ ભંગારના વેપારીઓ ઝપટે ચડયા છે.ગઇકાલે સુરેન્દ્રનગરમાં તપાસમાં નીલ રીપોર્ટ હોવાનું અને ગાંધીધામમાં ડે.કમીશ્નર લાડુમોર દ્વારા એન્ટ્રી ટેકસ સંર્દભે ૪ મોટી પેઢી-કંપનીને ત્યાં તપાસ હજુ ચાલુ રખાયાનું સૂત્રોએ ઉમેર્યું છે.

(4:25 pm IST)