Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

'આભાવલય'માં રૂ. પમાં ચકલીના માળાનું વિતરણ

સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજી, વી.ડી. બાલા, પ્રા. ગ્રેહામ, નરેશભાઇ નકુમ, અજય મકવાણા નજરે પડે છે. (તસ્વીર અશોક બગથરીયા)

 

રાજકોટ, તા. ૬ : જામનગર રોડ, અભાવલય ખાતેથી ચકલીના માળા રૂ. પાંચમાં વિતરણ કરવામાં આવશે.

ચકલીને ઝાડ પર માળો બનાવતા કુદરતે શિખવેલ નથી તે વાતની આપણા પૂર્વજોને ખબર હતી તેથી પૂર્વજોએ જયારે મકાન બનાવવાની શરૂઆત કરી ત્યારે મકાનમાં ગોખલા રાખતા અને ખૂબ ખાચા-ખુચી હતા. ખુલ્લી ઓસરીઓ હતી તેમાં પુષ્કળ ત્રાંસી છબીઓ હેતુ પૂર્વક રાખતા, લાઇટનો પંખો ન હોય આમ ચકલીને માળો બનાવવાની પુષ્કળ જગ્યા મળી રહેતી તેથી ચકલીઓની સંખ્યા સારી હતી.

આપણે નવા મકાનોમાં ચકલીને માળો બનાવવાની જગ્યા બીલકુલ રાખતા નથી. તેથી ચકલીને ઘરમાં માળો બનાવવાની જગ્યા મળતી નથી આમ ચકલીની પ્રજાતી ભયમાં છે. ઘર ચકલીને બચાવવી જરૂરી છે કારણ કે તે આપણા ઘરનું અભિન્ન અંગ છે.

આપણે ત્યાં બીલકુલ નિર્જન અને રિદ્ધિ સિદ્ધિ વિનાની જગ્યા માટે એવું કહેવાય છે કે ત્યાં ચકલુય ફરકતુ નથી. આપણે આપણા ઘરે ચકલી ફરકતી થાય તે માટે પુઠાના ચકલી ઘર રવેશની નીચે મૂકવા જોઇએ. ભારતમાં ચકલી ઘર બનાવવાની શરૂઆત નવરંગ નેચર કલબે કરી છે. આ ઝુંબેશ ર૦૧૦ થી શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે ચકલીઓ જોવા મળે છે આમ ચકલીને બચાવી શકાય તેવી શ્રદ્ધા બેઠી છે. કવિ રમેશ પારેખની ભાષામાં કહીએ તો 'મારા ફળીયામાં ચકલી હોય તે મારૃં રજવાડુ ' દરેક ઘર રજવાડુ બને તે માટે આપણે સૌએ મથવાનું છે.

ચકલી બચાવો અભિયાનના ભાગ રૂપે રૂ. ૧પ/-માં પડતર પુઠાના ચકલી ઘર લોકોને 'પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન ' દ્વારા રૂ.પ/-માં આપવામાં આવશે.

દરેક ગામમાં જો આપણે ર૦૦ માળા લગાવી શકીએ તો ચકલીઓની સંખ્યામાં જરૂરથી વધારો થાય. માળા વિતરણ સ્થળ : પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન, 'આભાવલય', વિનાયક વાટીકા, માધાપર બસ સ્ટોપ સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે તા. ૧૧ રવિવારથી શરૂઆત, સમય : સવારે ૧૦:૦૦થી સાંજે પઃ૦૦ દરમિયાન મળશે. મો. ૯૪ર૭૩ ૬૬૧૬૪ (૮.૧૭)

 

(4:15 pm IST)