Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

બંબાટ ઝડપે નીકળેલો કાર ચાલક પોલીસને જોઇ વધુ સ્પીડથી ભાગ્યોઃ પીછો કરી પકડાયો

રાત્રે અઢી વાગ્યે બનાવઃ ઇકોના ચાલક મયુરસિંહ જાડેજાની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૬ :.. લીમડા ચોકમાંથી રાહદારી કે વાહન ચાલકોની જીંદગી જોખમાઇ તે રીતે પુરઝડપે ઇકો કાર લઇને નિકળેલા શખ્સને પ્ર.નગર પોલીસે પીછો કરી ભીલવાસ પાસેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ પ્રદ્યુમનનગર પોલીસ મથકના પીઆઇ બી. એમ. કાતરીયા, તથા ડી. સ્ટાફના હેડ કોન્સ. મોહસીન ખાન અને અજીતસિંહ પરમાર, તથા રફીકભાઇ સહિત રાત્રે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે મોડી રાત્રે લીમડા ચોકમાં પહોંચતા જય મોમાઇ ટી સ્ટોલ વાળી શેરીમાંથી એક ઇકો કાર ચાલક રાહદારીઓ તથા વાહન ચાલકોની જીંદગી જોખમાય તે રીતે પુરઝડપે નીકળતા પોલીસે તેને રોકવા જતા તેણે કાર હંકારી મૂકતા પોલીસે તેનો પીછો કરી ભીલવાસ ચોક પાસે તેને પકડી લીધો હતો. આ બનાવમાં પોલીસે કાર ચાલક મયુરસિંહ સનતસિંહ જાડેજા (ઉ.૩૦) (રહે. ચંદ્રેશનગર ચોક ખોડીયાર ડેરીની સામે અમરનગર સોસાયટી મેઇન રોડ) ની ધરપકડ કરી જીજે-૩-ઇઆર.-૪રર૦ નંબરની ઇકો કાર કબ્જે કરી કાર્યવાહી કરી હતી. (પ-ર૬)

(4:10 pm IST)