Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ચૈતન્યાશ્રીજી મહાસતીજીનો સમ્યક પરાક્રમી સંથારો

રાજકોટઃ બગસરામાં ૩૧-૫- ૧૯૩૭ના જન્મેલા જશવંતિબેન મોહનલાલ પારેખ (ધ્યાન સાધક ગુરૂદેવ હસમુખમુની મ.સા.ના મોટા બહેન) કે જેઓ યૌવનવયે બન્યા જશવંતિબેન રમણીકલાલ કામદાર (અમરેલી). જીંદગીનાં છેલ્લા દાયકામાં સંયોગો કંઈક અંશે સ્થીર થયા તથા શરીર કેન્સરનાં રોગથી ઘેરાયું, યોગ્ય ઉપચારો કરાવી, છેલ્લા ૯ વર્ષથી અનકાઈમાં પોતાના ભાઈ મહારાજનાં સાનિધ્ય રહી ધર્મધ્યાન નિત્ય પાંચ સામાયિક દેવશી પ્રતિક્રમણ અને પ્રાર્થના કરતાં પૂજય ગુરૂદેવનાં દેવલોક થયા પછી બરાબર બે મહિને તેઓની ગેરહાજરી છતાં સાકાર થયા સાર્થક થયા, સિધ્ધપુરૂષના યોગ બળનો આ પ્રત્યેક્ષ પુરાવો છે.

૯ જાન્યુઆરી ૨૦૧૮માં જશીબેન અચાનક પડી ગયા સારવાર અર્થે મુંબઈ અંબાણી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં નિદાન થયું કે આખા શરીરમાં સેપ્ટીક લોહીમાં ભળી ગયું છે. અંદરથી ઘણા અવયવો ડેમેજ થયા છે. સર્જરી સિવાય કોઈ વિકલ્પ નથી અને ૮૦ વર્ષની ઉંમરે સર્જરી શકય નથી. આખરે એમની ઈચ્છા અનુસાર તેઓને અનકાઈ લઈ આવવામાં આવ્યાં. પુજય ગુરૂદેવના આર્શિવાદ અને આ પૂણ્ય ભુમિના પ્રભાવક, પરમાણુઓના પ્રભાવક આટલી પીડા વચ્ચે પણ સુધ્ધાબાઈ મ.સા.ને કહ્યું કે ઉભા છો શું? મારી દિક્ષાની તૈયારી કરો. ગૃહસ્થાવસ્થાનું પોતાનું બધુ પરિવારને સોંપી દીધું તા.૨૩-૧- ૨૦૧૮નાં દિવસે જશીબેન વિધિવત પુજય સુનતીબાઈ મ.સા.ના સુશિષ્ય તરીકે પ્રિયદર્શનાબાઈ મ.સા., પૂ.રૂપાબાઈ, ઉર્મિબાઈ, ઉર્વિશીબાઈ, સંબોધિજી આદીઠાણા ૧૫ના સાનિધ્યમાં પૂ.ચૈતન્યાશ્રીજી મ.સા.બની ગયાં.

તા.૧૫- ૧- ૨૦૧૮નાં સંથારો ગ્રહણ કર્યો. એક માસક્ષમણની અધુરી ભાવના પણ ૩૧ દિવસનાં સંથારા સાથેનાં માસક્ષમણ કરી પૂર્ણ કરી ૩૧ ઉપવાસની આખી રાત જીનેશ્વરાયની ધુન, ૨૪ જીનેશ્વરનાં જાપ, ભકિતથી પ્રસાર થઈ પ્રાંતઃ ૪:૪૫ થી ૭:૨૫ સુધી સંથારાની જેમ સંપૂર્ણ સ્થિરતા સાથે અંતિમ પ્રતિક્રમણ કર્યું. અંતિમ આલોચના સાંભળતા અંતે ચાર શરણાની લયબધ્ધ ધુનમાં લીન બની ગયા. અંતિમ શ્વાસ લઈ પૂ.ગુરૂદેવના આપેલા આર્શિવાદ મુજબ પાર્થિવ યાત્રા સંપન્ન કરી.(૩૦.૨)

સંકલનઃ ઉજજુભાઈ (અંકાઈ), (સુધાબાઈ મહાસતીજી)

(4:00 pm IST)