Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

વેરા શાખા આક્રમકઃ ૭૦ મિલ્કતોને તાળાઃ પ૦ લાખની આવક

સામાકાંઠાના વિવિધ વિસ્તારો, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, જુના રાજકોટના વિસ્તારોમાં બાકી વેરો વસુલવા ટેકસ બ્રાંચ દ્વારા કાર્યવાહીઃ રપપ કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવા તંત્ર ઉંધા માથે

રાજકોટ, તા., ૬: કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રો એવી ટેકસ શાખાને ચાલુ નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮ પુર્ણ થવાન આરે છે ત્યારે મિલ્કત વેરાનાં  રૂ.૨૫૫ કરોડનાં લક્ષ્યાંક સામે રૂ.૧૯૨ કરોડની આવક થવા પામી છે. આ લક્ષ્યાંક પુર્ણ કરવા વેરા શાખા દ્વારા દોડધામ મચી જવા પામી છે ત્યારે આજેે એક સાથે ત્રણેય ઝોનમાં બાકી વેરો વસુલવા મિલ્કત સિલ, નળ કનેકશન કપાત સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જામનગર રોડ, જંકશન , ગાંધીગ્રામ, સામાકાંઠાના પેડક રોડ, સંતકબીર રોડ, કુવાડવા રોડ, કાલાવડ રોડ, મવડી, નાના મવા વિસ્તારમાં ટીમો ત્રાટકી બપોર સુધીમાં ૭૦ મિલ્કતોનો બાકી વેરો વસુલવા સીલ કરવામાં આવી છે.જયારે ૪ મકાનનાં નળ કનેકશન કટ્ટ તથા ૨ મિલ્કતની જપ્તીની નોટીસ આપવામાં આવી છે.

ઇસ્ટ ઝોન

વેરા વસુલાત શાખા (પૂર્વ ઝોન) દ્વારા મિલકતવેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.-૪,૫,૬ ૧૫, ૧૬, ૧૮  ની ટીમ  દ્રારા માં શ્રી હરી ઈન્ડ એરીયા, નવાગામ રોડ, લાતી પ્લોટ, શકિત સોસા, રૂડા ટ્રાંસપોટ્ર નગર ના સહિત ના વિસ્તારો ના જય ગુરૂદેવ કોમ્પ્લેકસ, ચાંદની કોમ્પ્લ્કેસ, પાટડીયા ટેઈલર વાળી મિલિકતો માં કાર્યવાહી કરતા કુલ કુલ ૫૫ મિલ્કતો માથી સીલીંગ ની કાર્યવહી કરતા ૪૨ મિલ્કત સીલ તથા  કુલ ૩૪ લાખ ની વસુલાત થવા પામેલ છે.

આ કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજર(પૂર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસર સિધ્ધાર્થ પંડ્યા, ભાવેશ સોનિગ્રા, મૌલિક ગોંધીયા, નિશા જાદવઓ ની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, કુંદન પંડ્યા,  એ એ મકવાણા, જે કે જોશી, હસમુખ કાપડીયા, તથા વિ. દ્વારા કરવામાં આવેલ છે.

વેસ્ટ ઝોન

વર્ષ ૨૦૧૭-૧૮ ના મિલકતવેરા ની  રીકવરી માટે  આજ રોજ બાકી વેરાની રકમ વસુલ લેવા બપોરના ૧.૩૦ કલાક સુધીમાં  વેસ્ટ ઝોન અંતર્ગતની મિલ્કતોમાં બાકી વેરાની વસુલાત માટે સીલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.જેમાં  ઇસ્કોન મોલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ,રૂ. ં ૧,રપ,૪૮૮નો વેરા વસુલવા મિલ્કત સીલ કરી છે.

 યોગેશવર પાર્ક, યુનિ. રોડ  પર નળ કનેકશન કપાત કરેલ છે. તથા સુપદ કોમ્પ્લેકસ માં રૂ. ર,૦૦,૯૩૩ નો બાકી વેરો વસુલવા  મિલ્કત સીલ કરેલ છે.

 ઇંડિયન બેંક એ.ટી.એમ, સિધ્ધાર્થ કોમ. કોમ્પલેકસ, ગ્રાઉન્ડ ફ્લોર, જલારામ -૨, યુનિ. રોડના રૂ. ૬ર,ર૦૩ વસુેલાત જપ્તિની નોટીસ આપેલ છે. દેના બેંક એ.ટી.એમ, દુકાન નં. ૭, કાકા કોમ્પલેકસ, જિવન નગર, રૈયા રોડ રૂ. પપ,૯૭૧/-, તુલ્સી પ્લોટ, શાશ્ત્રી નગર, નાના મવા રોડ ના રૂ. પ૩,૧ર૩ વસુલાત, ક્રિશ્ના પાર્ક પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, મવડી વિસ્તારના પ૪,૬૦૧/-નો વેરો વસુલવા કુલ  પ મીલ્કત સીલ કરી છે.

આ કામગીરી ઝોનલ આસિ. કમિશનર એસ. જે. ધડુક ના સીધા માર્ગદર્શન અને આસી. મેનેજર વિવેક મહેતાની સુચના હેઠળ વોર્ડ ઓફીસર સુનિશા નંદાણી,  ધવલ જેસડિયા,  રાજેશ ચત્રભુજ,  નિલેશ કાનાણી, ટેકસ ઇન્સ્પેકટરહિતેશ મહેતા,  વશરામભાઇ કણઝરિયા, શ્રી નિલરત્ન પંડયા તેમજ રિકવરી કલાર્ક ભરત વાંક, તુષાર સોલંકી, રાજેશ નૈયા અને રવજી સિંધવ દ્વારા કરવામાં આવેલ છે.

સેેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત  વોર્ડ નં- ૭માં  ગરેડીયા કુવા મેઇન રોડ પર આવેલ  રાધેશ્યામ કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં કુલ યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ. ઢેબર રોડ પર આવેલ  'ગોકુલ ચેમ્બર' ના યુનિટના બાકી માંગણા રૂ.૭,૧૬,૬૯૧/-ની સામે સીલ મારેલ.

કડીયા નવ લાઇનમાં આવેલ 'યોગી સ્મૃતિ' ના યુનિટના બાકી માંગણા રૂ.૭,૧૬,૬૯૧/-ની સામે સીલ મારેલ.

રઘુવીર પરામાં આવેલ  'હોટેલ ધનરંજન' ના યુનિટના બાકી માંગણા રૂ.૩,૦૨,૪૭૯/-ની સામે સીલ મારેલ.

ઢેબર રોડ પર આવેલ ' સદગુરુ આર્કેડ' ના  ૨  યુનિટના બાકી માંગણા ની સામે સીલ મારેલ.

કવિ નાન્હાલાલ માર્ગ પર આવેલ 'શિરોમણી કોમ્પ્લેક્ષ' ઓફીસ નં.૩૧૫,૩૧૬ કુલ ૨  યુનિટના બાકી માંગણા ની સામે સીલ મારેલ.

જયારે વોર્ડ નં- ૧૪ માં  જયરાજ પ્લોટમાં ૧ મકાનના નળ કનેકશન કપાત કરેલ.

જીલ્લા ગાર્ડન મેઇન રોડ પર આવેલ ફર્ગુશન મેટલના યુનિટના બાકી માંગણા સામે સીલ મારેલ છે તથા  વોર્ડ નં- ૧૭ માં પીપળીયા હોલ રોડ પર આવેલ 'વિશાખા એવન્યુ'માં આવેલ શોપ નં.-૩ ના યુનિટના બાકી માંગણા રૂ.૯૮,૮૯૩૦૦૦/-ની સામે સીલ મારેલ.

આજ રોજ ૨૨ મિલ્કતને સીલ મારેલ, ૨(બે) મકાનના નળકનેકશન કપાત કર્યા હતા. આજે રૂ.૬,૫૦,૦૦૦/- ની વસુલાત થવા પામી હતી. 

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, ભરતભાઇ કાથરોટીયા, વોર્ડ ઓફીસર હેમાન્દ્રીબા ઝાલા, આરતીબેન નિંબાર્ક, તથા ટેકસ ઇન્સપેકટર  કમલેશભાઇ ઠાકર, ભરતભાઇ પિઠડીયા, પી.પી. વ્યાસ, તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

(3:55 pm IST)