Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

રાજકોટ જીલ્લામાં દારૂની ડ્રાઇવઃ દેશી દારૂ અને પીધેલાના ૬૩ કેસો નોંધાયા

રાજકોટ તા.૬: રાજકોટ જીલ્લામાં રૂરલ એસ.પી.અંતરીપ સુદના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દારૂની ડ્રાઇન રાખવામાં હતી. જે અંતર્ગત જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં દેશી દારૂના કબ્જાના અને પીધેલાના કુલ ૬૩ કેસો નોંધાયા હતા.

દારૂની હાઇવ અંતર્ગત જેતપુર સીટીમાં દેશીદારૂના ૩ કેસ, જેતપુર તાલુકામાં ૪, આટકોટમાં ૧, જસદણમાં ૫, ગોંડલ સીટીમાં ૯, વિરપુરમાં ૩ વિંછીયામાં ૪, લોધીકામાં ૧ તથા પડધરીમાં ૪ સહિત  જીલ્લામાં કુલ ૬૩ કેસો, નોંધાયા હતા. જેમાં દારૂ પીધેલા શખ્સો પણ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

રૂરલ પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ પર ઘોંસ બોનાવતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ આ ઝુંબેશ ચાલુ રહેશો તેવો પોલીસ સુત્રોએ નિર્દેશ આપ્યો હતો.(૧.૧૦)

(2:23 pm IST)