Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

એરપોર્ટમાં બોંબઃ સવારે ૧૦-૧૩ મીનીટે ફોન આવ્યો ને દોડધામઃ એરપોર્ટ- -પોલીસની સફળ કામગીરી

સફળ મોકડ્રીલ સર્જાઇઃ પોણો કલાક ઓપરેશન ચાલ્યું: આખરે ડીર્પાચલ એરીયામાંથી બોંબ મળી આવ્યો...

રાજકોટ એરપોર્ટ ખાતે બોંબ મૂકાયાના ફોન બાદ પોલીસ-સીઆઇએસએફ-એરપોર્ટની ટીમો દ્વારા સઘન ચેકીંગ હાથ ધરતી મોક ડ્રીલ સર્જાઇ હતી, સ્નીફર ડોગ-બોંબ ડીફયુઝ સ્કવોડ દ્વારા સફળતાપૂર્વક કામગીરી હાથ ધરાઇ હતી, તસ્વીરમાં પોલીસ-સીઆઇએસએફ તથા એરપોર્ટ ટીમ દ્વારા થઇ રહેલ કામગીરી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૬: આજે સવારે ૧૦-૧૩ મીનીટે રાજકોટ એરપોર્ટ ઉપર ફોન આવ્યો કે એરપોર્ટમાં બોંબ મુકાયો છે, અને ભારે દોડધામ થઇ પડી હતી, એરપોર્ટ- સીઆઇએસએફ- પોલીસનો સ્ટાફ હાઇએલર્ટ બની ગયો હતો, તમામ મુસાફરોને સલામત સ્થળે ખદેડી દેવાયા હતા.

એરપોર્ટમાં બોંબ મુકાયાનો ફોન ૧૦:૧૩ કલાકે આવ્યોને બે મીનીટમાંજ એટલે કે ૧૦-૧પ મીનીટેતો એરપોર્ટ-સીઆઇએસએફ-રાજકોટ પોલીસ, એરઇન્ડીયા, ઇન્ડીયન એરલાઇન્સની ટીમોએ સંયુકત ઓપરેશન હાથ ધરી લીધું હતું, પોલીસના સ્નીફર-ડોગ તથા બોંબ ડીસ્પોઝેબલ સ્કવોડે આખું એરપોર્ટ ધમરોળી નાંખ્યું હતું. ૪પ મીનીટ આ ઓપરેશન ચાલ્યું હતું. આખરે ડીર્પાચલ એરીયામાંથી બોંબ મળી આવતા તેને ડીફયુઝ કરી નખાયો હતો અને રાહતનો શ્વાસ લીધો હતો.

એરપોર્ટ સૂત્રોના ઉમેર્યા પ્રમાણે, આ એક સફળ મોક ડ્રીલ રહી હતી, એમ્બ્યુલન્સ-પોલીસનો સ્ટાફ-ડોકટરોની ટીમો તથા બોંબ સ્કવોડ, ક્રાઇમ બ્રાંચ, એસઓજી, ગાંધીગ્રામ પોલીસ,  વિગેરે સમયસર દોડી આવ્યા હતા, અને ૪પ મીનીટમાં ઓપરેશન પાર પાડી લેવાયું હતું. (૭.રર)

(2:22 pm IST)