Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

હિન્દી નિબંધ સ્પર્ધામાં કુ. વિધિ જટણીયા દેશલેવલે પ્રથમ

રાજકોટના કુમારી વિધિબેન જટણીયા, જેઓ હાલમાં કેનેરા બેન્ક માં અધિકારી તરીકે ફરજ બજાવે છે,  તેઓએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત અંતર બેંક ઓલ ઇન્ડિયા હિન્દી નિબંધ  પ્રતિયોગિતામાં વિભાગ ખ માં ઇન્ડિયા લેવલે સંપૂર્ણ પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરી રદ્યુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે. આ પહેલા તેઓ કેનેરા બેન્ક, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, સિન્ડિકેટ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, વિજયા બેન્ક માં નેશનલ લેવલે અલગ-અલગ પુરસ્કાર મેળવી ચૂકયા છે. અકીલા પરિવાર તથા રદ્યુવંશી સમાજ તરફથી વિધિબેન ને ખુબ ખુબ અભિનંદન તેમજ તેઓ ખૂબ આગળ વધતા રહે તેવી શુભકામનાઓ.

(11:40 am IST)