Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલની બેદરકારીનો ભાંડો ફૂટ્યો મહિલાના ઓપરેશન વેળાએ શરીરમાં લોખંડનો તાર ભૂલી ગયા !

તબીબોએ દવાના ઉપયોગથી તાર ઓગાળવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફ્ળ જતા મહિલાને પીડા ભોગવવી પડી

 

રાજકોટની વિખ્યાત વોકહાર્ટ હોસ્પિટલના તબીબોની બેદરકારીની કિસ્સો બહાર આવ્યો છે એક મહિલાના ઓપરેશન વેળાએ તેના શરીરમાં લોખંડનો તાર ભૂલી જતા અને દર્દીની પીડાને કારણે સમગ્ર બનાવ બહાર આવ્યો છે જોકે ડોક્ટરોએ દવાના ઉપયોગથી લોખંડના તારને ઓગાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફ્ળ જતા સમગ્ર બનાવનો ભાંડો ફૂટવા પામ્યો હતો

 

   અંગેની વિગત મુજબ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં વર્ષ 2014માં રેખાબેન નામની મહિલાએ કિડની ડાયાલિસીસનું ઓપરેશન કરાવ્યું હતું જેમાં એક લોખંડનો તાર તેમના શરીરમા રહી ગયો હતો. બે મહિના પહેલા પરિવારને વિશેની જાણ થતા હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો. હોસ્પિટલે પોતાની ભૂલ પર પડદો નાખવા અવનવી દવાઓનો ઉપયોગ કરીને તેને ઓગાળવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ લોખંડનો તાર હોવાથી તે ઓગળી શક્યો હતો. આખરે પરિવારજનો સામે હોસ્પિટલની બેદરકારી  સામે આવી હતી.

 

    રેખાબેનના જમાઈ યોગેશભાઈએ જણાવ્યુ કે, અમે મારા સાસુનું હોસ્પિટલમાં કિડની ડાયાલિસીસનુ ઓપરેશન કરાવ્યું હતું. ત્યાર બાદ અમે અવારનવાર હોસ્પિટલમાં તેમને બતાવવા આવતા હતા. ત્યારે મારી પત્નીએ ડોક્ટરને એક્સ-રેમાં તાર જેવું શું છે તે વિશે પૂછ્યું હતું. પરંતુ તબીબ કહ્યુ કે નોર્મલ વાયર છે, જે ઓગળી જતો હોય છે. પરંતુ વાયર તો ઓગળ્યો નહિ. પરંતુ લોખંડના તારને કારણે રેખાબેનના શરીરમાં લોહી 4 ટકા જેટલું થઈ ગયું હતું. જેને કારણે અમે ફરીથી વોકહાર્ટમાં એડમિટ થયા અને મારા સાસુને રક્તના બોટલ ચઢાવવામાં આવ્યા હતા. ફરીવાર જ્યારે અમે હોસ્પિટલમા એડમિટ થયા ત્યારે હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો
    એક ડોક્ટરની બેદકારીને કારણે એક દર્દીએ પારાવાર પીડા ભોગવવી પડી રહી છે. ઓપરેશનના બે માસ બાદ દર્દીના પરિવારને અંગે જાણ થઈ હતી. ત્યારે એક વખત ઓપરેશનની પીડામાંથી પસાર થઈ ચૂકેલા દર્દીએ ડોક્ટરની ઘોર બેદરકારીને કારણે ફરી ઓપરેશન કરાવવાનો વારો આવ્યો છે. ડોક્ટરોની આવી ઘોર બેદરકારીને કારણે એક તો દર્દીને પારાવાર પીડા ભોગાવવાનું તથા ફરીથી રૂપિયા ખર્ચવાનો વારો આવ્યો છે. ડોક્ટરો જાણે કે દર્દીઓને ભંગારનું કારખાનું સમજતાં હોય તેમ વસ્તુઓ તેમના શરીરમાં ભૂલી જવા લાગ્યા છે.

(9:21 am IST)