Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

કેન્‍સર સંદર્ભે જનજાગૃતિ જરૂરીઃ સૌરાષ્‍ટ્ર વિભાગીય કેન્‍દ્રમાં માહિતી આપતા તજજ્ઞો

સરકારના સાયન્‍સ સેન્‍ટર, કેન્‍સર સોસાયટી અને કુંડારિયા ફાઉન્‍ડેશન દ્વારા યોજાયો કાર્યક્રમ

 

ગુજરાતનાં સાયન્‍સ અને ટેકનોલોજી વિભાગ હેઠળ રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર દ્વારા રાજકોટના માધાપર ઇશ્વરીયા મહાદેવ મંદિર પાસે કેન્‍સર દિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમની તસ્‍વીરી ઝલક

રાજકોટ,તા. ૬ : રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટ ‘લોકો દ્વારા, લોકો માટે'ના અભિગમથી સામાન્‍ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર સરણી, જાગરૂકતા અને સંશોધનાત્‍મક અભિગમ વધારવા માટે સતત કાર્યશીલ છે. વૈશ્વિક સ્‍તર પર જાગરુકતા ફેલાવવા માટે કાર્યરત સંસ્‍થા ‘યુનિયન ફોર ઇન્‍ટરનેશનલ કેન્‍સર કંટ્રોલ' દ્વારા ૪ ફેબ્રુઆરીને ‘વિશ્વ કેન્‍સર દિવસ'તરીકે જાહેર કરવામાં આવેલ છે, જેની વર્ષ ૨૦૨૨ - ૨૦૨૪ સુધીની થીમ ‘ક્‍લોઝ ધ કેર ગેપ'રાખવામાં આવી છે. આ દિવસ નિમિત્તે રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટ અને રાજકોટ કેન્‍સર સોસાયટી તથા કુંડારિયા કેન્‍સર પ્રિવેન્‍શન ફાઉન્‍ડેશનના સયુંકત ઉપક્રમે રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટ ખાતે કેન્‍સર પરના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ૧૨૫ થી વધુ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટ ખાતે ‘લોકો દ્વારા, લોકો માટે'થીમ હેઠળ યોજાયેલ કેન્‍સર પરના જાગૃતિ કાર્યક્રમમાં રાજકોટ કેન્‍સર સોસાયટીના ઓન્‍કોલોજિસ્‍ટ ડો. નિશાંત માધાણી દ્વારા તમાકુના સેવનથી થતા કેન્‍સર અંગે માહિતી આપેલ.  કુંડારિયા કેન્‍સર પ્રિવેન્‍શન ફાઉન્‍ડેશનમાં પ્રોગ્રામ ઓફિસર ડો. રાધિકા જાવીયા દ્વારા બ્રેસ્‍ટ કેન્‍સરને લગતી બાબતોઘરેલું તપાસ અને પ્રાથમિક પરીક્ષણ તથાસ્ત્રીઓમાં જોવા મળતું ગર્ભાશયના મુખનું કેન્‍સર કે જે ‘હ્યુમન પપીલ્લોમાં વાયરસ'દ્વારા થાય છે તેના વિષે તથા આ વાયરસ માટે જરૂરી વેક્‍સીનેશન વિષે જાગૃતિની વાત કરેલ. કુંડારિયા કેન્‍સર પ્રિવેન્‍શન ફાઉન્‍ડેશનનાં ટ્રસ્‍ટીશ્રી કિશોરભાઈ કુંડારિયાએ હાજરી આપી હતી.

કાલે સાયન્‍સ સેન્‍ટરમાં સાઇબર ક્રાઇમ અંગે લોકજાગૃતિ કાર્યક્રમ

રાજકોટ : રીજીઓનલ સાયન્‍સ સેન્‍ટર-રાજકોટ સામાન્‍ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર સરણી, જાગરૂકતા અને સંશોધનાત્‍મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે અને લોકો માટે, લોકો દ્વારા અભિગમ સાથે કાર્ય કરે છે. કાલે તારીખ ૭ ફેબ્રુઆરી રોજ રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર-રાજકોટ ખાતે રાજકોટ શહેર પોલીી, સાયબલ ક્રાઇમ પોલીસ સ્‍ટેશન, રાજકોટના સયુક્‍ત ઉપક્રમે ‘સેફર ઇન્‍ટરનેટ ડે' નિમિતે સાઇબર ક્રાઇમ અવેરનેસ અંગેના લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ‘સેફર ઇન્‍ટરનેટ ડે'ની શરૂઆત વર્ષ ૨૦૦૪માં યુરોપિયન યુનિયન (ઇયુ)ના સેફ બોર્ડર્સ પ્રોજેકટની પહેલ તરીકે થઇ હતી. અને વર્ષ ૨૦૦૫થી ઇનસેફ નેટવર્ક દ્વારા તેને ચાલુ રાખવામાં આવી છે. આ દિવસે હવે વિશ્વના લગભગ ૨૦૦થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૩થસ થીમ ‘ટુ ગેધર ફોર અ બેટર ઇન્‍ટરનેટ' છે.

કાર્યક્રમનું સ્‍થળઃ રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર, ઇશ્વરીયા મહાદેવ મંદિર પાસે, માધાપર રાજકોટ ૩૬૦૦૦૬, સમય : સવારે ૧૧ થી ૧૨ કલાક, રજીસ્‍ટ્રેશન લીંક https://bit.lu/3DEFHBY.

વિનાૂલ્‍યે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મર્યાદિત સીટ હોવાથી, વહેલા તે પહેલાના ધોરણે રજીસ્‍ટ્રેશન સ્‍વીકારવામાં આવશે. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલીકાની ૩૮ નંબરની સીટી બસ સેવા આ સેન્‍ટર સુધી શરૂ કરવામાં આવેલ છે. તો આ કાર્યક્રમમાં જોડાવવા સેન્‍ટરના પ્રોજેકટ ડાયરેકટશ્રી ડો.સુમિત વ્‍યાસ દ્વારા સમગ્ર રાજકોટવાસીઓને ખાસ કરીને યુવાનો અને સિનિયર સીટીઝન્‍સને અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે સેન્‍ટરના ફોન નં. ૦૨૮૧-૨૯૯ ૨૦૨૫ પર સંપર્ક સાધવો.

 

(12:16 pm IST)