Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

માધાપરમાં આજે બપોર બાદ તાલુકા મામલતદારનું ઓપરેશન

૪ ઝુપડા-દિવાલ-ર થી ૩ કાચા મકાનો તોડી પડાશેઃ ર એકર જમીન ખુલી કરાશે : હજુ અનેક દબાણો છે

રાજકોટ, તા. ૬ : આજે બપોરે ૩ વાગ્યા બાદ રાજકોટ તાલુકા મામલતદાર શ્રી કથિરિયા તથા નાયબ મામલતદાર શ્રી વસાણી દ્વારા માધાપર સર્વે નં. ૧૧૧ની ૧ાા થી ર એકર જમીન ઉપર ઉભુ થઇ ગયેલ દબાણ દૂર કરાશે.

અંદાજે ર કરોડની જમીનો ઉપર દબાણો ખડકાઇ ગયાની ફરીયાદો બાદ તમામને નોટીસો ફટકારાઇ હતી, આમ છતાં દબાણકર્તાઓ નહિ હટતા આખરે પોલીસ બંદોબસ્ત સાથે બપોરે ૩ વાગ્યા બાદ દબાણ દૂર કરાશે. જેમાં ૪ ઝુપડા, ૩ જેટલા કાચા મકાનો-દિવાલો સહિતનું બાંધકામ દૂર કરાશે.

દરમ્યાન ઉપરોકત સર્વે નંબરમાં હજુ અનેક દબાણો હોવાની બૂમો ઉઠી છે. આજે પોલીસ બંદોબસ્ત મોડો મળતા દબાણ હટાવ ઓપરેશન બપોરે ૩ વાગ્યા બાદ રખાયાનું અધિકારીઓ ઉમેરી રહ્યા છે.

(3:55 pm IST)