Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવવાના નિર્ણયથી દેશવાસીઓ ખુશ : ભંડેરી - ભારદ્વાજ

આસ્થા સાથે જોડાયેલા દેશવાસીઓનું વર્ષો જુનું સ્વપ્ન સાકાર : કમલેશ મિરાણી

રાજકોટ તા. ૬ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રામ મંદિર નિર્માણ માટે 'શ્રીરામ જન્મભુમિ તિર્થ ક્ષેત્ર' ટ્રસ્ટ બનાવવાની કરેલ જાહેરાતને ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે આવકારી જણાવ્યુ છે કે આ નિર્ણયથી દેશવાસીઓમાં ખુશી પ્રસરી છે.

દેશવાસીઓએ સુપ્રિમ કોર્ટના રામમંદિર બનાવવાના નિર્ણયમાં સહકાર આપી જે પરીપકવતા દાખવી છે તે પણ અભિનંદનને પાત્ર છે. હવે અયોધ્યામાં દિવ્ય રામમંદિર નિર્માણ થશે. તેમ શ્રી ભંડેરી અને ભારદ્વાજે જણાવેલ છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ સહિતના અગ્રણીઓએ જણાવ્યુ છે કે મર્યાદા પુરૂષોતમ શ્રી રામ કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલ છે. ત્યારે અયોધ્યામાં ટ્રસ્ટ બનાવવા સાથે રામ મંદિર બનાવવાના નિર્ણયથી દેશવાસીઓનું વર્ષો જુનું સ્વપ્ન સાકાર થયેલ છે.

(3:48 pm IST)