Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

આજીડેમ નજીક મુકેશ પાર્કમાં મયુર અને પિત્રાઇ જયદેવ પર પડોશી દિપક બાવાજી સહિતનો હુમલો

મયુરનો ભાઇ પડોશીની છોકરીને ભગાડી ગયો હોઇ તેનું મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૬: આજીડેમ ચોકડી પાસે મુકેશ પાર્કમાં રહેતાં મયુર કાથડભાઇ મૈયડ (ઉ.૨૬) નામના આહિર યુવાન અને પુનિતનગર વૃંદાવન સોસાયટીમાંથી તેના ઘરે આવેલા પિત્રાઇ જયદેવ રાયધનભાઇ મૈયડ (ઉ.૨૦) પર મયુરના પડોશમાં રહેતાં દિપકભાઇ બાવાજી સહિતનાએ હુમલો કરી ધોલધપાટ કરતાં જયદેવને સારવાર માટે દાખલ કરવો પડ્યો હતો.

જયદેવ સાંજે સાડા સાતેક વાગ્યે ભાઇ મયુરના ઘરે મુકેશ પાર્કમાં આવ્યો ત્યારે તેના પડોશી દિપકભાઇ સહિતનાએ ધસી આવી  હુમલો કરી જયદેવ અને મયુર બંનેને મારકુટ કરી હતી. તક જોઇ મયુર નવેળામાંથી બહાર નીકળી ગયો હતો. પરંતુ જયદેવ ઝડપાઇ જતાં તેની ભારે ધોલધપાટ થતાં બીજા લોકો ભેગા થઇ જતાં તેને છોડાવ્યો હતો. તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

મયુરના કહેવા મુજબ તેનો ભાઇ વિપુલ પડોશીની છોકરીને ભગાડી ગયો હોઇ તેના મનદુઃખને લીધે હુમલો થયો હતો.

(12:58 pm IST)