Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

જે કાર એક મહિનાથી ખેડબ્રહ્મામાં પડી છે તેનો રાજકોટ પોલીસે મેમો મોકલ્યો!

કનૈયા ચોકમાં ફેન્સી નંબર પ્લેટ સાથે નીકળ્યાનો મેમો કાર માલિકને મળતાં ચોંકી ગયા

રાજકોટઃ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો હવે ઘરેબેઠા ઇ-મેમો મળી જાય છે. ઇ-મેમો ઘણી વખત એકને બદલે બીજા વાહન ચાલકને મળી જતો હોવાનું અનેક વખત બની ચુકયું છે. આવા વધુ એક કિસ્સામાં છેક સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મમામાં રહેતાં ભરતભાઇ જી. ચોૈહાણને તેની ફ્રન્ટી કાર જીજે૧એચસી-૮૭૩૬ માટેે રૂ. ૫૦૦નો ઇ-મેમો મળ્યો છે. રાજકોટના કનૈયા ચોકમાંથી તેઓ ફેન્સી નંબર પ્લેટવાળી કાર સાથે નીકળ્યાની તેમાં નોંધ છે. પરંતુ હકિકતમાં ભરતભાઇ ચોૈહાણની આ કાર છેલ્લા એક મહિનાથી એક જ જગ્યાએ ખેડબ્રહ્મામાં પડી છે, તેઓને કનૈયા ચોક જોયો પણ નથી. તેમને જે મેમો મળ્યો તેમાં જે કાર છે તે મારૂતિ વેન છે, જ્યારે તેમની પાસે ફ્રન્ટી છે. આમ છતાં તેમના સરનામે તેમના નામ જોગ રાજકોટ પોલીસનો મેમો પહોંચી જતાં તેઓ ચોંકી ગયા હતાં. તસ્વીરમાં તેમની કાર અને મેમોમાં જે કારનો ફોટો છે તે જોઇ શકાય છે.

(3:28 pm IST)