Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

રાજકોટ ની 470 શાળાઓ સહીત જિલ્લાની 523 શાળાઓને નોટિસ :ફાયર સેફ્ટીનો અભાવ 10 દિવસમાં માગ્યો જવાબ

ઉપલેટાની 23 અને જેતપુરની 30 શાળાઓને નોટિસ: ખાનગી શાળાઓની માન્યતા પર સવાલ

રાજકોટ : રાજકોટ જિલ્લાની 523 ખાનગી શાળાને નોટિસ ફટકારવામાં આવતા શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ નોટીસ કેમ ફટાકારાઈ છે તે અંગે પણ જાત જાતની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. નોટીસ ફટકારી DEOએ 10 દિવસમાં જવાબ રજૂ કરવાનું ફરમાન કર્યુ છે

રાજકોટ જિલ્લાની કેટલીક ખાનગી શાળાની માન્યતા પર સવાલ ઉભા થયા છે. જેને લઇને શાળઆને DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મોટા ભાગની શાળામાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે

માત્ર રાજકોટ શહેરની 470 શાળાને નોટિસ ફટકારવામાં આવી છે અને રાજકોટ જિલ્લામાં DEO દ્વારા 523 પ્રાઇવેટ શાળાને નોટિસ આપવામાં આવી છે

 . આ શાળાઓએ ક્યાંક માન્યતા માટેના જરૂરી પૂરાવા રજૂ નથી કર્યાં તો ક્યાંક ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દેના લઇને ખાનગી શાળાને નોટિસનો દસ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.

   ઉપલેટાની 23 અને જેતપુરની 30 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ ફટકારી 10 દિવસમાં જવાબ માગ્યો છે.

(10:17 am IST)