Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

સરકારી યોજનાઓથી ગ્રહિણીઓ ખુશ, ફરી મોદીને વડાપ્રધાન બનાવીએઃ રસિલાબેન

રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાની કારોબારી સંપન્ન

રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાની કારોબારી બેઠકને પ્રમુખ મોરચાની કારોબારી બેઠકને પ્રમુખ શ્રીમતી રસિલાબેન સોજીત્રાએ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં મંચ પર સાથે અન્ય મહિલા પદધિકારીઓ તેમજ પ્રેજ્ઞક ગણમાં મહિલા સભ્યો ઉપસ્થિત છે.

રાજકોટ, તા.૬: જિલ્લા મહિલા અધ્યક્ષ રસીલાબહેન સોજીત્રાની અધક્ષતામાં અને રાજકોટ પ્રમુખ ડી.કે. સખીયા તથા મહામંત્રી ભાનુભાઇ મહેતા, ડો. ભરતભાઇ બોઘરા, જયંતીભાઇ ઢોલના માર્ગદર્શન હેઠળ મળી હતી. જેમાં જીલ્લાના તાલુકા/ શહેર મંડળના હોદેદારો, પ્રભારીઓ, વિધાનસભાના ઇન્ચાર્જ, સહઇન્ચાર્જ અને ચુંટાયેલા તાલુકા/શહેરના  હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

મહિલા મોરચાના પદાધિકારીઓએ આગામી ચુંટણી પ્રચંડ બહુમતિથી જીવતા સૌને કટીબધ્ધ થવા આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રદેશ કક્ષાએથી આવેલા ચુંટણીલક્ષી કાર્યક્રમોને લોકો સુધી લોકસભા વિસ્તારમાં પહોંચાડવાનું મંડલ સ્તરથી બુથ લેવલ સુધીનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.

વિસ્તૃત પ્રવાસ અને બુથ યોજના અંતગર્ત રસીલાબહેન સોજીત્રાએ આયોજનબધ સૌ મંડળ હોદેદારો અને જીલ્લાના પદાધીકારીઓને માહિતી આપી વિવિધ કાર્યક્રમો દ્વારા રાજકોટ લોકસભાની આગામી ચુંટણી પ્રચંડ બહુમતિથી જીતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ફરીથી વડાપ્રધાન પદે બીરાજમાન કરવા ચુંટણીકાર્ય શરૂ કરી દેવા હાંકલ કરી હતી. તેમણે કેન્દ્ર સરકારની યોજનાના લાભથી અને બજેટથી ગૃહાથીઓ ખુશ હોવાનું જણાવ્યુ હતું. મિટીંગનું સંચાલન મહામંત્રીશ્રી રમાબેન મકવાણાએ કયું હતું.(૨૨.૮)

(3:49 pm IST)