Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

પાંચ વર્ષથી ચોરાઉ એકટીવા ફેરવતો ધર્મેશ પટેલ પરા પીપળીયાથી પકડાયો

ગાંધીગ્રામ પોલીસે પકડ્યોઃ કુવાડવા રોડ પરથી ચોરી કર્યુ હતું

રાજકોટ તા. ૬: મવડી ચોકડી જીથરીયા હનુમાનજી મંદિર પાછળ ભવનાથ સોસાયટી-૨માં કુળદેવી કૃપા ખાતે રહેણાંક ધરાવતાં અને હાલ પરા પીપળીયા એકતા સોસાયટીમાં કવાર્ટરમાં રહેતાં ધર્મેશ છગનભાઇ સુદાણી (પટેલ) (ઉ.૩૫)ને ગાંધીગ્રામ પોલીસે ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ટંડેલની સુચના તથા ગાંધીગ્રામના ઇન્ચાર્જ આર. જે. જાડેજાની રાહબરીમાં હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, દિનેશભાઇ વહાણીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ધર્મેશ સુદાણી જે નંબર વગરનું એકટીવા ફેરવે છે તે ચોરાઉ છે. આ બાતમી પરથી પરાપીપળીયાના પાટીયે વોચ રાખતાં આ શખ્સ નીકળતાં તેને અટકાવી પુછતાછ કરતાં પહેલા તો ગલ્લા તલ્લા કર્યા હતાં. પણ બાદમાં આ વાહન પાંચ વર્ષ પહેલા કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ સામેથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. ૨૦ હજારનું વાહન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાઇ છે. પકડાયેલો ધર્મેશ હાલ ડ્રાઇવીંગ કામ કરે છે. અગાઉ પણ વાહન ચોરીમાં પકડાયો હતો.

(3:40 pm IST)