Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ગુજરાત સાયન્સ એકેડમી દ્વારા કોટક સ્કુલના વિજ્ઞાન શિક્ષકને બેસ્ટ ટીચર્સ એવોર્ડ

રાજકોટ, તા. ૬ : વિજ્ઞાન શિક્ષક શ્રી અશ્વિન ભુવાએ ધો.૧૧ તથા ૧૨ સાયન્સના ભૌતિક વિજ્ઞાનના પ્રેકટીકલમાં હાલમાં ઉપયોગમાં લેવાતા પરંપરાગત સાધનોને કારણે વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રેકટીકલમાં જે સમસ્યાઓ ઉભી થતી હતી. તેને પોતાની કોઠા સૂઝ દ્વારા દૂર કરી આપેલી. ઉપરાંત 'મલ્ટી પર્પઝ મીની ટેબલ' નામની એક કીટ બનાવેલી પ્લાયવુડમાંથી બનાવેલ આ સ્ટેન્ડ કીટ ઉપર વિદ્યાર્થીઓ પાંચ જેટલા પ્રયોગો પોતાની ઘરે નાનકડા ટેબલ ઉપર મિત્રો સાથે કરી શકે છે.

આ ઉપરાંત અનુનાદ અને શ્યાનતાના પ્રેકટીકલને ખૂબ જ સરળ કરી આપે. તેનું પ્રેઝન્ટેશન ગુજરાત યુનિવર્સિટીના ફિઝીકસ ભવનમાં અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાત રાજયમાંથી આ અનુસંધાને તેમની બેસ્ટ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલી હતી. સર્ટીફીકેટ તથા મેડલ ડો.અનિલકુમાર ગુપ્તા (પદ્મશ્રી) આઈઆઈએમના હસ્તે ભારતના ટોચના વૈજ્ઞાનિકોની હાજરીમાં એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ હતા. આ એવોર્ડ મેળવવા માટે શ્રીઅશ્વિન ભુવા (મો.૯૪૨૮૮ ૮૯૫૬૦) સ્કુલના પ્રિન્સીપાલ ડો.માલાબેન કુંડલીયા, ટ્રસ્ટી નવીનભાઈ ઠક્કર, લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટ તથા જી. એફ. મહેતા પ્રોત્સાહન પૂરૂ પાડેલ હતું.(૩૭.૮)

 

(3:35 pm IST)