Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

હત્યાની કોશિષના ગુનામાં વિપ્ર શખ્સના જામીન રદ કરવા કોર્ટમાં અરજી

રાજકોટ તા. ૬ :.. અત્રેના બ્રહ્મ સમાજના ડખ્ખા પ્રકરણે નોંધાયેલ ફરીયાદના ગુનામાં સંડોવાયેલા નિશાંત રાવલ સામેની અન્ય એક ફરીયાદમાં જામીન પર છૂટી જામીનની શરતોનો ભંગ કર્યાનું જણાવીને કોર્ટમાં તેના જામીન રદ કરવા અરજી થતાં અદાલતે નોટીસ ઇસ્યુ કરી છે.

આ બનાવની ટૂંક હકિકત એવી છે કે ગત તા. ૧-૪-ર૦૧૭ ના રોજ રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ વિમલનગર ના રહીશ અને સીકયુરીટી સર્વિસની એજન્સી ચલાવતા દેવેન્દ્રસિંહ રામદેવસિંહ ગોહીલ ઉપર નીશાંત ધર્મેશભાઇ રાવલ તથા તેના સાગ્રીતો એ હૂમલો કરી હત્યાની કોશીષ કરેલ જે અનુસંધાને ફરીયાદ દેવેન્દ્રસિંહ ગોહીલએ તમામ આરોપીઓ વિરૂધ્ધ આઇ. પી. સી. ની કલમ ૩૦૭, ૩ર૩, ૧૪૪ વિગેરે મુજબની ફરીયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ જે ફરીયાદ બાદ તમામ  આરોપીઓની અટક થતા કોર્ટે આરોપીઓને શરતોને આધિન જામીન ઉપર મુકત કરેલ હતાં.

હાલમાં આ ચકચારી પ્રકરણમાં નીશાંત ધર્મેશભાઇ રાવલ પણ આરોપી હોય જેથી દેવેન્દ્રસિંહ ગોહીલવાળી ફરીયાદમાં આપવામાં આવેલ જામીનની શરતોનો ભંગ થતો હોય ફરીયાદી દેવેન્દ્રસિંહ ગોહીલએ તેમના વકીલ શ્રી સંજય એચ. પંડિત મારફત નીશાંત ધર્મેશભાઇ રાવલના જામીન રદ કરવા સેશન્સ કોર્ટ રાજકોટ ખાતે અરજી દાખલ કરેલ છે જે અનુસંધાને ટી. એસ. બ્રહ્મભટ્ટે આરોપી વિરૂધ્ધ નોટીસ ઇસ્યુ કરેલ છે અને વધુ સુનાવણી તા. ૧૯-ર-ર૦૧૯ ના રોજ મુકરર કરવામાં આવેલ છે.

આ કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંડિત, બલરામ પંડિત, ભાવીસા વી. પંડિત તથા રીધ્ધીબેન રાજા રોકાયેલ છે. (પ-૩૦)

(3:35 pm IST)