Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

રાજકોટ બાર એસો. દ્વારા ૨૩મીએ એક દિવસીય લીગલ સેમિનારનું આયોજન

રાજકોટ તા.૬: રાજકોટ બાર એશોસીએશન દ્વારા બાર એશોસીએશનના સભ્યો માટે મારવાડી કોલેજના સહયોગથી વકીલશ્રીઓના લાભાર્થે એક દિવસીય સેમીનારનું ભવ્ય આયોજન તા. ૨૩-૨-૧૯ના શનિવારના રોજ કરવામાં આવેલ છે. આ સેમીનાર મારવાડી કોલેજ કેમ્પસ, ઓડીટોરીયમ, મોરબી રોડ રાજકોટ ખાતે રાખવામાં આવનાર છે જેનો સમય સવારે ૧૦ થી સાંજના પ કલાક સુધીનો રહેશે. આ લીગલ સેમીનારમાં (૧) પ્લીબારગેઇનીંગ, (ર) પ્રોબેશન ઓફ ઓફેડર્ન્સ એકટ, (૩) ક્રિમીનલ લો,(૪) સિવીલ લો, (પ) રેરા, (૬) સાઇબર ક્રાઇમ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે આ લીગલ સેમીનારમાં કાયદાના ઉપરોકત વિષયોના જાણકાર કાયદાના તજજ્ઞો દ્વારા વકીલશ્રીઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.

આ સેમીનારમા ભાગ લેવા ઇચ્છતા વકીલશ્રીઓ માટે સેમીનાર ફી રૂ. ૫૦/- રાખવામાં આવેલ છે આ લીગલ સેમીનારમા ભાગ લેવા માટેની સભ્ય સંખ્યા અંદાજે ૭૦૦ છે જેથી વકીલશ્રીઓએ ાજકોટ બાર એશોસીએશનની લાયબ્રેરીમાં રૂ. ૫૦/- જમા કરાવી પોતાનું નામ નોંધાવી રજીસ્ટ્રેશન વહેલા તે પહેલાનાં ધોરણે કરાવી લેવાનું રહેશે.

આ સેમીનારને સફળ બનાવવા માટે  રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોષી, નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાંતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડા જહેમત ઉઠાવી રહેલ છે.(૧.૨૭)

(3:35 pm IST)