Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ચેક રિટર્ન કેસના આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવા હુકમ

રાજકોટ તા. ૬ : ચેર રીટર્ન કેસમાં આરોપીને કોર્ટમાં હાજર થવાનો અદાલતે હુકમ કર્યો હતો.આ કેસની વિગત એવી છેકે, જીતેનભાઇ ગીરીશભાઇ પંડયાએ એકાદ વર્ષ પહેલા તેમના મીત્ર અને ઓળખાણનો સબંધ ધરાવતા જયદીપસિંહ પ્રતાપસિંહ ઝાલાને હાથ ઉછીની રકમ રૂ.૧,પ૦,૦૦૦ પુરા મદદ માટે જે રકમ પરત માંગતા આ કામના આરોપીએ તેમના ખાતાનો એકસીસ બેંક, ગોંડલ રોડ બ્રાંચ, રાજકોટનો ચેક આપેલો જે ચેક ફરીયાદીએ તેમની આઇસીઆઇસીઆઇ બેંક, પેલેસ રડ બ્રાંચ રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક ફંડ્સ ઇન્ફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ હતો.

આમ ફરીયાદીએ ચેક બિન ચુકતે પરત ફરેલ છે તેની આ કામના આરોપીને રૂ.૧,પ૦,૦૦૦ પુરા ચુકવી આપવાની નોટીસ મોકલાવેલ આમ છતાં આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલો નહી. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ અતુલ સી.ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે આરોપી જયદીપસિંહ પ્રતાપસિંહ ઝાલાને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(4:05 pm IST)