Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કોઠારીયા વિસ્તારમાં સુચિત સોસાયટીઓનું સામ્રાજયઃ કોંગ્રેસ

ગેરકાયદે બાંધકામો દુર કરવા કોંગી કોર્પોરેટર મેનાબેન જાદવની રજુઆત

રાજકોટ, તા., ૬: શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી નવો ભળેલ કોઠારીયા વિસ્તાર કે જેનો સમાવેશ હાલ રાજકોટ મહાનગર પાલીકામાં વોર્ડ નં. ૧૮ માં થયેલ છે. આ વિસ્તારમાં પર સુચીત જગ્યા છે. જયાં કોઇ પણ પ્રકારની બાંધકામની મહાનગર પાલીકાની મંજુરીવગર પ્લોટીંગ કરી બાંધકામો કરવામાં આવી રહેલ છે અને મકાનોનું પણ ગેરકાયદેસર વેચાણ ચાલી રહયું છે. આ અંગે અવારનવાર રજુઆતો થવા છતાં તંત્ર અને ભાજપના અગ્રણીઓ રહેમ દ્રષ્ટિથી ગેરકાયદેસર બાંધકામોના મકાનોનું વેચાણ થઇ રહયાનો આક્ષેપ વોર્ડનં. ૧૮ના કોંગી કોર્પોરેટર મેનાબેન જાદવ દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે આ વોર્ડનાં નગર સેવક મેનાબેન જાદવે જણાવ્યું હતું કે તંત્રને અવાર નવાર રજુઆતો કરવાથી આવા ગેરકાયદેસર મકાનો દુર કરવા મહાનગર પાલીકાની ટી.પી. શાખા તરફથી ર૬૦ (ર) ની નોટીસો પણ તા. ર સપ્ટેમ્બર ર૦૧૭થી આપેલ છે અને વધુને વધુ ગેરકાયદેસર બાંધકામોનો ખડકલો વોર્ડ નં. ૧૮માં તંત્રની મહેરબાનીથી ચાલી રહયાનો આક્ષેપ કર્યો હતો. કોઇ ગરીબ માણસનું મકાનમાં થોડુ એવું ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તો મહાનગર પાલીકાની ટી.પી. શાખા તરત જ ત્યાં પહોંચી જાય છે અને ગેરકાયદેસર બાંધકામ દુર કરાય છે તો આવા  ગેરકાયદેસર બાંધકામ  છે તંત્રનું  નરમ વલણ  સવાલ ઉઠાવાયો છે?

મેનાબેને વધુમાં જણાવ્યું હતું કે એક તરફ મહાનગર પાલીકા વેરો, વાહન ટેક્ષ વિગેરે આવકો ઉભી કરી મહાનગરપાલીકાની આવક વધારવાના પ્રયત્નોમાં છે. કમીટીઓ બનાવી આવક વધે તે દિશામાં પ્રયત્નો કરે છે ત્યારે તંત્ર દ્વારા મીલીભગતથી મહાનગર પાલીકાના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો થઇ રહયા છે. આ બાબતે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

(3:40 pm IST)