Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

૧૬ વર્ષની હતી ત્યારે માતાના પ્રેમીએ દેહ અભડાવ્યો, ૨૦ વર્ષની થઇ ત્યારે ફરિયાદ કરવાની હિમ્મત આવી

યુવતિએ કોર્ટમાં હવસખોર વિરૂધ્ધ ફરિયાદ કરતાં તાકીદે ગુનો નોંધવા આદેશ અપાયોઃ મહિલા પોલીસે કાર્યવાહી કરી દલિત શખ્સ સુરેશ પરમાર અને યુવતિની માતાની ધરપકડ કરી

રાજકોટ તા. ૬: શહેરમાં નાના મવા રોડ દેવનગર-૩માં રહેતાં સુરેશ જીવણભાઇ પરમાર (ઉ.૩૮) નામના દલિત શખ્સે વર્ષ ૨૦૧૪/૧૫માં અવાર-નવાર પોતાની જ પ્રેમિકાની ૧૬ વર્ષની દિકરીને દારૂ ઢીંચી હવસનો શિકાર બનાવી સતત ધમકીઓ આપી હતી. હાલમાં ભોગ બનનાર યુવતિ ૨૦ વર્ષની છે. હજુ પણ માતા અને તેનો પ્રેમી સુરેશ ધમકી આપતાં હોઇ તે અંગે ફરિયાદ કરતાં કોર્ટમાં મુદ્દત આવતાં યુવતિએ પોતાના પર અગાઉ સુરેશે દૂષ્કર્મ ગુજાર્યાનું ન્યાયાધીશ સમક્ષ જણાવતાં અદાલતે તાકદે ગુનો નોંધી કાર્યવાહી કરવા હુકમ કરતાં મહિલા પોલીસે તેણીની ફરિયાદ પરથી સુરેશ પરમાર અને યુવતિની માતા સામે આઇપીસી ૩૭૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા પોસ્કો હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

યુવતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ત્રણ ભાઇ બહેનમાં નાની છું. અગાઉ અમે જ્યાં રહેતાં ત્યાં સુરેશ ભંાગરનો ડેલો ધરાવતો હોઇ જેથી ઘરે અવર-જવર કરતો હતો. એ પછી તે બીજા સ્થળે રહેવા જતો રહ્યો હતો. છતાં ઘરે આવ-જા ચાલુ રાખી હતી. ૨૦૦૮માં મારા માતાને આ સુરેશ સાથે પ્રેમ થઇ જતાં બંનેએ મળી મારા પિતાને ઘરમાંથી કાઢી મુકયા હતાં. મારા ભાઇએ વાંધો ઉઠાવતાં તેને પણ કાઢી મુકયો હતો. હું માતા સાથે જ રહેતી અને નોકરી કરવા જતી હતી. પણ મને કોઇ સાથે વાત કરતાં જોવે તો માતા અને સુરેશ બંને શંકા કરી મારકુટ કરતાં હતાં. ૨૦૧૪માં માતા ભાઇને લઇને બહારગામ ગઇ ત્યારે રાત્રે સુરેશે ઘરે આવી દારૂ પીધેલી હાલતમાં બળાત્કાર ગુજારી કોઇને વાત ન કરવા ધમકાવી હતી.

સુરેશે આ રીતે ધમકીઓ આપી અવાર-નવાર હવસખોરી આદરી હતી. એક દિવસ હું તક જોઇ ઘરેથી ભાગી ગઇ હતી અને પિતા તથા ભાઇ સાથે રહેવા લાગી હતી. બાદમાં પણ હું જ્યારે મોટા બાપુના ઘરે જતી ત્યારે સુરેશ ગાળો દઇ ધમકાવતો હતો. માતા પણ તેને મદદ કરતી હતી. આ બાબતે પિતાને વાત કરતાં માતા અને સુરેશ સામે ફરિયાદ કરી હતી. ગઇકાલે આ કેસની કોર્ટમાં મુદ્દત હોઇ જેથી મેં ન્યાયાધીશ સમક્ષ અગાઉ મારા સાથે સુરેશે કરેલી બળજબરીની ફરિયાદ કરતાં અદાલતે ગુનો નોંધવા હુકમ કર્યો હતો. મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ. એચ. ડી. સોલંકી અને હાજીભાઇએ ગુના અંતર્ગત તાકીદે સુરેશ જીવણભાઇ પરમાર અને યુવતિની માતાની ધરપકડ કરી છે. યુવતિને સાચી વિગતો જણાવવા તેના પિતા સહિતે હિમત આપતાં તેણે અદાલતમાં વેદના ઠાલવી હતી.

(3:39 pm IST)
  • રાજકોટના ઘંટેશ્વર પાસે, જામનગરના બે શખ્શો વચ્ચે થઈ રહેલ મારામારી દરમ્યાન થયું જાહેરમાં ફાયરીંગ : થોડા દિવસો પૂર્વેજ જેલમાંથી છુટેલા જામનગરના ઇકબાલ ઉર્ફે બાઠીયા પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ થયાના બિનસત્તાવાર મળી રહેલા અહેવાલ : આ મામલામાં પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહેલ છે. access_time 10:58 pm IST

  • પાકિસ્તાનના આતંકીઓ સામસામે આવ્યા : હાફિઝ સૈયદ અને સલાઉદ્દીનના જુથોએ સામસામે તલવારો ખેંચીઃ હિઝબુલ મુજાહિદીનના સર્વોચ્ચપદેથી સલાઉદ્દીનને તગેડી મુકાશેઃ આતંકી જુથો વચ્ચેનો વિવાદ ચરમસીમાએઃ ત્રાસવાદીઓ હાફિઝ અને મસુદ અઝહરે આઇએસઆઇને જાણ કર્યાની ચર્ચા access_time 3:43 pm IST

  • પેટ્રોલ-ડિઝલ જીએસટીમાં નહિ આવેઃ રિયલ એસ્ટેટને લાવવા જેટલીએ આપ્યો સંકેત access_time 4:00 pm IST