Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

1.64 લાખના વિદેશી સિગારેટના ગેરકાયદે જથ્થા સાથે પારસ દોશીને ઝડપી લેતી રાજકોટ શહેર એસ.ઓ.જી.

રાજકોટ:  શહેર વિસ્તારમાં ગેરકાયદે તમાકુ ઉત્પાદન તેમજ ગે.કા. સીગારેટ સબંધી પ્રવૃતી અટકાવવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને પો.સબ.ઇન્સ. એમ. એસ. અંસારી તથા સ્ટાફના અન્ય માણસો પ્રયત્નમા હોઈ એ વખતે હેડ. કોન્સ વિજેન્દ્રસિંહ એ. ઝાલા તથા પો.કોન્સ અઝહરદીનભાઇ બુખારી તથા મહીલા પો.કોન્સ સોનાબેન મુળીયાને સંયુકત રીતે મળેલ હકીકતને આધારે રાજકોટ સાધુવાસવાણી રોડ ઉપર આવેલ ટોપલેન્ડ રેસીડેસી બ્લોક નં-કે-૬૬ માં રહેતા આરોપી પારસ નવીનભાઇ દોશી ઉ.વ.૩૬ વાળાના રહેણાંક મકાનમાંથી ગે. કા. વિદેશી સિગરેટ અલગ-અલગ બ્રાન્ડના કુલ બોકસ ૨૭૩ જેમા સિગરેટના કુલ પેકટ ૨૭૩૦ જેની કુલ કિ.રૂા.૧,૬૪,૨૫૦નો મુદામાલ મળતા તેને પકડી પાડી તમાકુ નિયત્રણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ કામગીરી પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર  ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમીશ્નર ઝોન ૧ પ્રવીણ કુમાર  મીણા તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-ર  મનોહરસિંહ જાડેજા, એ. સી. પી. ક્રાઇમ  ડી. વી.બસીયાની સૂચના મુજબ  એસ.ઓ.જી.ના પો.ઇન્સ.આર.વાય. રાવલ, પો.સબ.ઇન્સ એમ.એસ.અંસારી તથા પો.હેડ.કોન્સ ઝહીરભાઇ ખફીફ તથા પો.કોન્સ વિજેંદ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ અઝરુદીનભાઇ બુખારી તથા અનીલસીંહ ગોહીલ તથા મહીલા પો.કોન્સ સોનાબેન મુળીયા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

(4:49 pm IST)