Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર સંશોધકોની વૈશ્વિક ઉડાન : ૧૮ આંતરરાષ્ટ્રીય સંશોધનો પ્રકાશિત કરી નવો કિર્તિમાન સ્થાપ્યો

નેનો ટેકનોલોજીના સંશોધનથી ઇલેકટ્રોનિકસ ગેઝેટસ ઝડપી અને ગુણવત્તાયુકત બનાવતા પદાર્થોનું સંશોધન : નેનો પાર્ટીકલ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લેબોરેટરીમાં તૈયાર કરાયા : પ૦ લાખથી વધુ અનુદાન

રાજકોટ, તા.૬ : કોરોના મહામારીમાં વર્કહોમ હોય અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરી ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી કાર્ય કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના રપ સંશોધકોની ટીમે ૧૮ આંતરરાષ્ટ્રીય સંશોધનનો એક વર્ષમાં અમેરિકા, યુ.કે., જાપાન સહિતના દેશોના પ્રતિનિધિ આંતરરાષ્ટ્રીય સામાયીકોમાં પ્રસિદ્ધ કરાવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફીઝીકલ વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રતિષ્ઠાને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભૌતિકશાસ્ત્ર ભવનનાં સંશોધકો પ્રો. નિકેશભાઈ શાહ, ડો. પિયુષ સોલંકી, ડો. ધીરેનભાઈ પંડયા, ડો. રૂપલબેન ત્રિવેદી, ડો. અશ્વિની જોષીનાં માર્ગદર્શન હેઠળ કાર્ય કરતાં રપ જેટલાં યુવા સંશોધકોએ ઉચ્ચગુણાંકનો ઈમ્પેકટ ફેકટર ધરાવતાં વિશ્વનાં સુપ્રસિદ્ઘ

સામયિકો જેવા કે સ્પ્રીનઝર, એલ્સવેર, રોયલ સોસાયટી, ઈન્સ્ટીટયૂટ ઓફ ફિઝીકસ વગેરેમાં ૧૮ (અઢાર) સંશોધનો પ્રકાશીત કરેલ છે. જેમાં વિશ્વનાં ટોચનાં વૈજ્ઞાનિકોએ ઉપરોકત સંશોધનોને રિવ્યુ (ચકાસી) મંજૂરીની મહોર મારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સંશોધનને બિરદાવેલ છે.

એક વર્ષમાં વૈશ્વિક અને નોંધપાત્ર સંશોધન કરી ૧૮ (અઢાર) જેટલાં સંશોધનો પ્રકાશીત કરનાર સંશોધકો એ જણાવેલ કે નેનો ટેકનોલોજી અને નેનો પાર્ટીકલનાં વિવિધ સંશોધનો મારફત ભવિષ્યનાં ઈલેકટ્રોનિકસ ગેજેટ્સ ખૂબ જ ઝડપી અને ગુણવતાયુકત બનાવી શકાશે તથા વિજઉર્જા

તથા ચુંબકીય ઉર્જાનાં સંગ્રહની ક્ષમતા અનેકગણી વધવાથી ઉર્જાનો વ્યય ઘટાડી બચત કરી શકાશે અને ભસ્પીન ટેકનોલોજીભ નાં માઘ્યમથી મોબાઈલ, કોમ્પ્યુટર, સ્માર્ટ ડીવાસીઝ વગેરે ઈલેકટ્રોનીકસ

ઉપકરણો હાલની સ્થિતિ કરતાં ૧૦,૦૦૦ ગણા ઝડપી અને એકયુરેટ બનાવી શકાશે તે માટેનાં મટીરીયલ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લેબોરેટરીમાં બનાવી દેશની ટોચની સંશોધન સંસ્થાનોમાં પૃથ્થકરણ કરી તેનાં સંશોધનો પ્રકાશીત કરવામાં સફળતા મળેલ છે. આ સંશોધન પત્રોમાં

દેશ–વિદેશની ટોચની સંસ્થાઓના વૈજ્ઞાનિકો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિના સંશોધકોએ કોલોબરેશન મારફત સંયુકત સંશોધન કરેલ છે. જેમાં આફ્રિકાના અકરમ ક્રિચેન, ડબલ્યુ. બોયઝલબેન, ડો. વિવેક પાચીગર, ડો. મુકેશ રંજન, ડો. એસ. મુખર્જી, ડો. કે. અશોકન, ડો. રાજલ પંડયા, ડો. હેમાની પટેલ, ડો. યોગેશ જાની, ડો. મુકેશ કેશવાણી, ડો. જિતેન્દ્રસિંઘ, કોરીયાના ડો. કાઉ હાઉ ચાંઈ, ડો. એન.પી. બારડે, ડો. સુનિલ સેવાલે અને ડો. પ્રણવ બારકુડકરનો સહયોગ મળેલ છે. સંશોધકો સરળ ભાષામાં ઉદાહરણ સાથે જણાવેલ કે પ્રર્વતમાન કોમ્પ્યુટર અને લેપટોપ માં ભડેટા સ્ટોરેજભ માં

ઉપયોગી મેગ્નેટીક હાર્ડ ડીસ્ક ની સ્ટોરેજ કેપેસીટી ૧૦ ટેરા બાઈટ્સની છે જે આવનારા દિવસોમાં 'પેરા બાઈટ્સ' બની શકશે. અન્ય સ્ટોરેજ તરીકે ઉપયોગી સોલીડ સ્ટેટ ડીવાઈઝ (SSD હાર્ડડીસ્ક/પેન ડ્રાઈવ) ની સ્વીચીંગ ક્ષમતા અનેકગણી વધવાથી તથા 'સ્ટોરેજ સેલભ નેનો (સૂક્ષ્મ)' બનવાથી તેની ક્ષમતા ગીગા બાઈટ્સ થી ટેરા બાઈટ્સ માં વધારવી શકય બનશે. નેનો મટીરીયલ્સ નાં ઉપયોગથી તૈયાર થતાં 'સુપર કેપેસીટર્સ' વિજઉર્જા નાં સ્ટોરેજ ની ક્ષમતામાં અનેકગણો વધારો થવાથી ઈલેકટ્રીસીટીનાં વ્યય ને ઘટાડી શકવાનું શકય બનશે. કોરોના મહામારીના લોકડાઉન સમયમાં પ્રો. નિકેશ શાહ અને ડો. પી.એસ.સોલંકી નાંમાર્ગદર્શન હેઠળ ભૌતિકશાસ્ત્ર ભવનનાં યુવા સંશોધકો સર્વશ્રી ડો. દેવિત ધુ્રવ, ડો. કૃણાલસિંહ રાઠોડ, ડો. કેવલ ગદાણી, ડો. સંજય કંસારા, ડો. હેતલ બોરીચા, ડો. વિપુલ શ્રીમાળી, દ્રષ્ટિ સંઘવી,

ભારવી હીરપરા, સપના સોલંકી, મયુર લાગરીયા, માનસી મોદી, હિમાંશુ દધીચ, મનન ગલ, ભાર્ગવ રાજયગુરૂ, હાર્દિક ગોહિલ, ડી.કે.ચુડાસમા, ભાગ્યશ્રી ઉદ્ેશી, અલ્પા ઝણકાટ, વી.એસ.વડગામા, જોઈસ જોસેફ, અમીરસ ડોંગા, નૈસર્ગી કાનાબાર, ખુશાલ સગપરીયા, કિન્નરી

ઠકકર, ઝલક જોષી વગેરે સતત કાર્યશીલ રહી ઉપરોકત સિદ્ઘિ હાસલ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફિઝીકસ સંશોધનમાં મોખરાનું સ્થાન અપાવેલ છે જેની નોંધ લઈ દેશનાં ટોચના વૈજ્ઞાનિકોએ સંશોધકોને બિરદાવેલ છે. ભૌતિકશાસ્ત્ર ભવનની આંતરરાષ્ટ્રીય સિદ્ઘિ

યુનિવર્સિટીનાં કુલપતિશ્રી નિતીનકુમાર પેથાણી, ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી, વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન શ્રી ડો. મેહુલભાઈ રૂપાણી, કુલસચિવશ્રી ડો. જતિનભાઈ સોની, ડો.ગીરીશભાઈ ભિમાણી, પ્રો. હિરેન જોષી, પ્રો. મિહીરભાઈ જોષી તથા સતામંડળનાં સભ્યશ્રીઓ, અઘ્યાપકોએ ટીમને અભિનંદન પાઠવેલ છે.

(3:59 pm IST)