Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

નવા બિલ્ડીંગના પહેલા માળેથી કચરાનું તગારૂ નીચે ગયું તેની સાથે ઉર્મિલાનો જીવ પણ ગયો

પેડક રોડ પર નવા બનતા એપાર્ટમેન્ટની સાઇટ પર બનાવઃ કચરો ફેંકતી વખતે સંતુલન ગુમાવતાં દાહોદની મજૂર મહિલાને મોત મળ્યું: પુત્રી મા વિહોણી થઇ જતાં અરેરાટી

રાજકોટ તા. ૬: પેડક રોડ પર અક્ષર હાઇટ નામથી નવા બની રહેલા એપાર્ટમેન્ટની સાઇટ પર એક આકસ્મિક બનાવમાં દાહોદની મજૂર મહિલા ઉર્મિલા વિપુલ ભુરીયા (ઉ.વ.૨૪)નું પહેલા માળેથી પડી જતાં મોત નિપજતાં મજૂર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ઉર્મિલા તેના પતિ અને એક દિકરી સાથે કડીયા કામની સાઇટ પર રહી પતિને મજૂરીમાં મદદ કરતી હતી. ગત સાંજે તે પહેલા માળેથી કચરાનું તગારું ફેંકવા ગઇ ત્યારે સંતુલન ગુમાવતાં તગારાની સાથે પોતે પણ નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં બી-ડિવીઝન પોલીસ મથકના હેડકોન્સ. હિતેષભાઇ જોગડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:53 pm IST)