Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કાંગશીયાળી પાસે 'હિટ એન્ડ રન': અટિકા નારાયણનગરના શૈલેષ બગથરીયાનું મોત

૪૦ વર્ષિય યુવાન કામ માટે ઘરેથી જતો હતો ત્યારે અજાણ્યો વાહન ચાલક બાઇકને ઉલાળી ભાગી ગયો

રાજકોટ તા. ૬: વાવડી રાધેશ્યામ ગોૈશાળાથી કાંગશીયાળી રોડ પર મહમદીબાગ પાસેના રોડ પર સાંજે આઠેક વાગ્યે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં અટીકા નારાયણનગર-૧૦માં રહેતાં યુવાન શૈલેષભાઇ ધીરૂભાઇ બગથરીયા (ઉ.વ.૪૦)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

શૈલેષભાઇ વાળંદ કામ કરી ગુજરાન ચલાવતો હતો. તે ગત સાંજે ઘરેથી તેના ભાઇનું બાઇક જીજે૦૩અ.આર-૪૧૧૬ હંકારીને કામ સબબ જતો હતો ત્યારે કાંગશીયાળી નજીક મહમદીબાગ પાસે પહોંચ્યો તે વખતે કોઇ અજાણ્યો વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પીએસઆઇ વી. પી. આહિર અને પૃથ્વીરાજસિંહે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે મૃતકના ભાઇ આશિષભાઇ ધીરૂભાઇ બગથરીયા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવને પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(11:19 am IST)