Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

ચૂંટણી પંચની બીજા રવિવારની ઝુંબેશમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા જબરો ધસારો : ફોર્મ નં.-૬ કુલ ર૯૮૭૧ ભરાયા

સૌથી ઓછા જેતપુરમાં ર૪૦૭ : હવે ૧રમીએ ત્રીજી અને આખરી ઝુંબેશ : ૧પ જાન્યુ. છેલ્લો દિવસ : નામ ઉમેરવા-કમી-સુધારણા- સ્થળાંતર થઇને કુલ પપપ૬૬ ફોર્મ આવ્યા : સૌથી વધુ નામ ઉમેરવા રાજકોટ રૂરલ ૬૪૭૦ ભરાયા..

રાજકોટ, તા. ૬ : ગઇકાલે રાજકોટ સહિત રાજયભરમાં બૂથ ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફોર્મ ભરવા માટે ચૂંટણી પંચની ખાસ સ્પેશયલ ઝુંબેશ હતી, રાજકોટ શહેર-જીલ્લાની ર૬ર૬ મતદાન મથકો ઉપર ખાસ ઝુંબેશને જબરો પ્રતિસાદ મળ્યાનું જીલ્લા ચૂંટણીના નાયબ જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી ધાધલે જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે આ વખતે નામ ઉમેરવામાં સવારે ૧૦ થી પ સતત ધસારો રહ્યો હતો. પરિણામે શહેર-જીલ્લામાં નામ ઉમેરવાના ફોર્મ નં. ૬ કુલ ર૯૮૭૧ ભરાયા છે. જેમાં સૌથી વધુ ૭૧-રાજકોટ રૂરલ વિસ્તારમાં ૬૪૭૦ તો સૌથી ઓછા જેતપુર વિધાનસભા બેઠક ઉપર-ર૪૦૭ ફોર્મ આવ્યા છે.

શ્રી ધાધલે ઉમેર્યું હતું કે આ ઉપરાંત નામ કમી ફોર્મ નં.૭, ૧૦૧પ૭, નામ સુધારણા ફોર્મ નં.૮, -૧૦૩૪ર અને સ્થળાંતર ફોર્મ નં. ૮-એ, પ૧૯૬ સાથે શહેર-જીલ્લામાં એક જ દિ'માં પપપ૬૬ ફોર્મ આવ્યા છે.

આ પહેલા રવિવારે ઝુંબેશ થઇ તેમાં નામ ઉમેરણાના ૧ર હજાર ફોર્મ સાથે કુલ ર૪ હજાર ફોર્મ આવ્યા હતા.

આ વખતે ધારાસભા બેઠકવાઇઝ નામ ઉમેરવાના ફોર્મની વિગત જોઇએ તો ૬૮-રાજકોટ-૪૯૯૦, ૬૯-રાજકોટ-૪૦૩૬, ૭૩-ગોંડલ-ર૪૯પ, ૭૪-જેતપુર-ર૪૦૭ અને ૭પ-ધોરાજી-ર૪૮૦ ફોર્મ ભરાયા છે.

હવે તા. ૧રના રવિવારે બૂથ ઉપર ફરી ખાસ ઝુંબેશ થશે અને ૧પમીએ ફોર્મ ભરવા અંગે આખરી દિવસ રહેશે.

(3:37 pm IST)