Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

રાજકોટની ભાગોળે ગૌસેવા-માનવ સેવાનો ધમધમાટ : રંગપર પાસે શ્રી ગુરૂદત ગૌશાળાની મુલાકાતે કથીરિયા

કામધેનુ લેકર આતી હૈ જીવનમેં ઉજીયાલા, હર ઘરમેં હો એક ગાય ઔર ગાંવ ગાંવ ગૌશાલા...

રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયા, પૂર્વ પ્રધાન ઉમેશ રાજયગુરૂ વગેરેએ હનુમાનધારા રોડ પરથી જય ગુરૂદત ર્ગોશાળાની મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા ૬  :  શહેરથી આશરે ૧૫ કિલોમીટર દુર જામનગર રોડ ઉપર રંગપર નજીક સુયોગી પાર્ક હનુમાનધારા રોડ ઉપર શ્રી ગુરૂ દત્તાત્રેય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગુરૂદત્ત ગોૈશાળા આવેલ છે, જયાં પ્રકૃતિક વાતાવરણમાં ગાયોની સેવા સાથે અન્નક્ષેત્રની પ્રવૃતિ ચાલે છે. તાજેતરમાં ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયાએ આ ગોૈશાળાની મુલાકાત લઇ પ્રશંશા વ્યકત કરેલ અને ગોૈશાળાના વિકાસ માટે ઉપયોગી સુચનો કર્યા હતા. તેમણે પોતે ગાયોને ઘાસ અને લાડુ ખવડાવી ગોૈપ્રેમના દર્શન કરાવ્યા હતા.

સંસ્થા દ્વારા અબોલ જીવોની સેવા, કેન્સરના દર્દીઓ માટે દેશી ગાયનું દુધ વિના મુલ્યે, સમયાંતરે તબીબી  કેમ્પ, ૧૫૦ કુટુંબોને વાર તહેવારે જીવન જરૂરીયાતની  ચીજ વસ્તુઓની  કીટ વિતરણ, દર રવિવારે સાંજે બટુકભોજન વગેરે પ્રવૃતિ ચલાવવામાં આવેછે. આ ગોૈશાળા ન્યારી-ડેમના કાંઠા નજીક આવેલી છે. પ્રાકૃતિક સોૈદર્યથી શોભતા આ વાતાવરણમાં ગોૈવંશ માટે છાપરૂ, અવેડો વગેરે વ્યવસ્થા કરવામાં આવેલ છે. ૬૦ થી વધુ ગાયો આશરો લઇ રહી છે. તેને જરૂરી શુધ્ધ ખોરાક મળે અને ગાયો તંદુરસ્ત રહે તે પ્રકારની વ્યવસ્થા છે. ગોૈશાળાનું ટ્રસ્ટ ૧૯૯૭માં સરકારી ચોપડે નોંધાયેલ છે. મહંતશ્રી અમૃતગીરી મહારાજ ગોૈશાળાના પ્રેરણાદાતા છે. સ્વ. નરોતમભાઇ પોપટ પાયાના સહયોગી હતા. લીલુ ઘાસ ઉપરાંત અડદ,મગ,ચણાના ભુસા તથા મગફળીના પાલા જેવો પોષ્ટીક આહાર ગાયોને આપવામાં આવે છે. દર રવિવારે પાર્શ્વનાથ ગૃપના સેવાભાવી સભ્યો દ્વારા લાડવા તથા લીલાનું વિતરણ કરવામાં આવે છે.

ગોૈસેવા અને અન્નક્ષેત્રની પ્રવૃતિમાં દિલીપભાઇ વ્યાસ, જીતુભાઇ વ્યાસ, હસુભાઇ વ્યાસ, નરેન્દ્રભાઇ જોષી, વિજયભાઇ વ્યાસ (લાલાભાઇ), પરેશભાઇ વ્યાસ, રાજુભાઇ વ્યાસ, યોગેશભાઇ ભટ્ટ (મુન્નાભાઇ), વિરલભાઇ ભટ્ટ, ચંદ્રેશભાઇ દવે, જયેન્દ્રભાઇ દવે, રાજુભાઇ દોશી, મહેશભાઇ જીવરાજાની, મયુરભાઇ દવે, પિયુષભાઇ શુકલ, હિમાંશુભાઇ પજવાણી, મનીષભાઇ દવે, અવધ જીવરાજાની, કાંતિ ભટ્ટ તથા મહિલા મંડળના સભ્યો કાર્યરત છે.

ડો. વલ્લભભાઇ કથીરિયાની મુલાકાત પ્રસંગે બંદર વિભાગના પૂર્વ મંત્રી ઉમેશભાઇ રાજયગુરૂ તથા સામાજીક અગ્રણી મિતુલ ખેતાણી ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સંચાલકો દ્વારાઙ્ગ તેમનું શાલ ઓઢાડી સન્માન  કરવામાં આવ્યું હતું. સર્વે ગોૈપ્રેમીઓને ગોૈશાળાની મુલાકાત લેવા અને સેવા અભિયાનમાં યથાશકિત સહયોગ આપવા સંચાલકોની અપીલ છે. વધુ માહીતી માટે મો.નં.૯૮૨૪૬ ૧૬૧૬૨ અથવા નં.૭૯૯૦૪ ૭૪૨૬૩ ઉપર સંપર્ક સાધવો.

(3:34 pm IST)