Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

મોરબી રોડ પર અદ્યતન કોમ્યુનિટી હોલનું કાલ ખાતમુહૂર્તઃ સ્થળ મુલાકાતે પદાધિકારીઓ

રાજકોટ : કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.૦૪ મોરબીરોડ જુના જકાતનાકા પાસે નવનિર્માણ પામનાર અદ્યતન કોમ્યુનીટી હોલનું ખાતમુહૂર્ત મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે કાલે થનાર છે. આ કાર્યક્રમના અનુસંધાને આજરોજ પદાધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લીધેલ. આ સ્થળ મુલાકાતમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, બાંધકામ કમિટીના ચેરમેન મુકેશ રાદડીયા, વોર્ડ નં.૪ના  કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, પુર્વ કોર્પોરેટર સુરેશભાઈ રૈયાણી, વોર્ડ પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી, મહામંત્રી કાનાભાઈ, વિસ્તારના અગ્રણી અરવિંદભાઈ ભેસાણીયા, વિજયભાઈ બોરીચા, ચંદુભાઈ ભંડેરી, સિટી એન્જી.ગોહિલ, આસી.મેનેજર અમિતભાઈ ચોલેરા, પર્યાવરણ અધીકારી પ્રજેશ સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અનુસંધાને પદાધિકારીઓએ અધિકારીઓને તેમજ એજન્સીઓને જરૂરી સુચના આપેલ.(૨૧.૨૫)

(4:36 pm IST)