Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

વેરાનાં બાકીદારો સામે કડક પગલાઃ ૩ મકાન ત્થા બે નળ કનેકશન કટ્ટ

રાજકોટ તા. ૬ :.. મ્યુનિ. કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા કડક વેરા વસુલાત ઝૂંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત ન્યુ રાજકોટમાં વિસ્તારમાં બાકીવેરો વસુલવા ૧ મીલ્કત સીલ તથા ર નળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા તથા સેન્ટ્રલ ઝોનના વિસ્તારમાં ર મિલ્કત સીલ કરી કુલ રૂ. પ લાખની વસુલાત કરવામાં આવી હતી.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા બાકી મીલ્કત વેરો વસુલત ઝૂંબેશ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિ. કર્મચારી સોસા., શકિતનગર કાલાવડ રોડ, શાસ્ત્રીનગર ૩ તથા આશાપુરા મેઇન રોડ સહિતના  વિસ્તારમાં બાકી વેરો વસુલવા કાર્યવાહી કરવામાં આવતા વેસ્ટ ઝોન વિસ્તારમાં ર નળ કનેકશન કપાત તથા ૧ મીલ્કત સીલ કરવામાં આવી હતી. જયારે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ર મીલ્કત સીલ કરવામાં આવી હતી. કુલ રૂ. પ લાખની વસુલાત કરવામાં આવી છે.

આ ઉપરોકત કામગીરી બન્ને ઝોનના આસી. કમીશ્નરના માર્ગદર્શન હેઠળ આસી. મેનેજરની  સુચના હેઠળ વેરા ઇન્સ્પેકટરો દ્વારા કરવામાં આવી હતી.

(4:35 pm IST)