Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

રઘુવંશી બાળ ઉત્સવ

રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી દ્વારા તાજેતરમાં રઘુવંશી બાળ ઉત્સવ મહાજનની અને ટ્રસ્ટી મંડળ તેમજ દાતાઓની ઉપસ્થિતિમાં ઉજવાયેલ. સંસ્થાના પ્રમુખ રમણભાઇ કોટકે સર્વેનું સ્વાગત કરતા વિવિધ પ્રવૃઓ વિશે માહિતી આપેલ. લોહાણા મહાજન પ્રમુખ તેમજ સંસ્થાના ટ્રસ્ટી કાશ્મીરાબેન નથવાણી તેમજ ઉપપ્રમુખ રમેશભાઇ ધામેચાએ બાળકોને આર્શીવાદ તેમજ સંસ્થાને શુભેચ્છા પાઠવેલ. કાર્યક્રમમાં કુંજન તન્નાએ ગણેશ સ્તુતિ, પ્રેક્ષા કોટકે મંજીરા નૃત્ય, કિશોરભાઇ ઘેલાણી, રોનકબેન પારેખ અને દિવ્યાબેન સાઘાણી ગ્રુપે 'પાપા ધ ગ્રેટ' પ્રસંગ રજુ કરેલ. તેમજ સતિષ કોટકની મ્યુઝીકલ પાર્ટીએ જુના-નવા ગીતોની રમઝટ બાલાવેલ. આ તકે ટ્રસ્ટી મંડળના પ્રફુલભાઇ ચંદારાણા, જીતુભાઇ ગોટેતા, જયંતભાઇ પાંઉ, એમ.એલ. નથવાણી, ચંદનબેન સોમૈયા તથા જી.આર. રાચ્છ, દુર્લભજીભાઇ તન્ના, મનિષભાઇ સોનપાલ, રંજનબેન પોપટ, હસુભાઇ ગણાત્રા, અશ્વિનભાઇ વિઠલાણી, નાનુભાઇ ગંધા ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા કિરીટભાઇ કુંડલીયા, અમિતભાઇ કોટક, વિરેન્દ્ર વસંત, હિતેષ શીંગાળા, નિલેશ જોબનપુત્રા વગેરેએ જહેમત ઉઠાવેલ.(૨૩.૭)

(4:35 pm IST)