Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

ધનસુખભાઇને લઘુમતી અને અનુ.જાતિ મોરચાની શુભેચ્છા

ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે ફરી વખત ધનસુખ ભંડેરીની વરણી કરવામાં આવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં લઘુમતી મોરચા તેમજ અનુસુચિત મોરચાના કાર્યકર્તાઓ દ્વારા ધનસુખભાઇ ભંડેરીને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી. આ તકે ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હારૂનભાઇ શાહમદાર, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, આસીફ સલોત, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડી.બી.ખીમસુરીયા, રાજુ અઘેરા, અનિલ મકવાણા, યાકુબભાઇ પઠાણ, વાહીદભાઇ સમા, નાનજીભાઇ પારધી, પ્રવિણ ચૌહાણ, જાહીદભાઇ દલ, રજાક જામનગરી, યુસુફ કટાર, એઝાઝ હુસેન બુખારી, ઇકબાલ ભાણુ, રાજુભાઇ દલવાણી, શાહનવાઝ સીદીકી, સરફરાઝ દલવાણી, સલીમ દસાડીયા, અનવરભાઇ દલ, પરવેઝ કુરેશી, રજાક કારયાણી, રમજાનભાઇ ભલુર, રફીકભાઇ બ્લોચ, શામજીભાઇ ચાવડા, ઇશ્વરભાઇ જીતીયા, પરસોતમ રાઠોડ, ભરત પરમાર, અજય વાઘેલા, મોહનભાઇ ગોહેલ સહિતના સાથે કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(૩-૧૮)

(4:34 pm IST)