Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

રાજકોટની ૮ પાર્ટીની જુદી જુદી બેન્કો-ફાયનાન્સ કંપનીના ૩૩ કરોડ જેવી ધરખમ બાકીઃ જપ્તી અંગેની નોટીસઃ હવે વસુલાત

કૈલાસ જીનીંગ-પરમેશ્વર એન્ટરપ્રાઇઝ-આલીધ્રા પમ્પ-ઇગલ મોટર્સ સહીતના મોટા માથાઃ કોર્પોરેશન-બીઓઆઇ-એચડીએફસી-એસબીઆઇ જેવી મોટી બેન્કો

રાજકોટ, તા., ૬: રાજકોટ કલેકટર ડો.વિક્રાંત પાંડેની સુચના બાદ પશ્ચિમ મામલતદાર શ્રી એ.કે.બોરસણીયાએ ધોકો પછાડી બેન્કો-ફાયનાન્સ કંપનીઓની ૩૩ થી ૩૪ કરોડની લોન બાકી સંદર્ભે બેન્ક સિકયુરાઇઝેશન એકટ હેઠળ રાજકોટની ૮ પાર્ટીને જપ્તી અંગેની નોટીસો ફટકારી નાણા ભરી દેવા આદેશ કર્યો છે.

સાધનોના ઉમેર્યા પ્રમાણે આ નોટીસ અંગેનો સમય પુરો થયો છે અને હવે વસુલાત અંગે કાર્યવાહી થાય તેવા સંજોગો છે.

આ ધરખમ પાર્ટીઓમાં કૈલાસ જીનીંગ-પરમેશ્વર એન્ટરપ્રાઇઝ-આલીધ્રા પમ્પ, ઇગલ મોટર્સ સહિતનો સમાવેશ થાય છે. બેન્કોમાં કોર્પોરેશન બેન્ક, બેન્ક ઓફ ઇન્ડીયા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા, એચડીએફસી અને અન્ય ફાયનાન્સ કંપનીઓનો સમાવેશ થાય છે. આ બધાના કરોડો-લાખો બાકી છે. જે વસુલવા પશ્ચિમ મામલતદાર શ્રી બોરસણીયા મેદાને પડયા છે. (૪.૧૬)

પાર્ટીનું નામ બેન્કનુ નામ બાકી રકમ

(૧) કૈલાસ જીનીંગ એન્ડ પ્રેસીંગ-હડમતાળા ૮ ભાગીદાર નાનામવા સર્વે નં. ૬૧ આર.કે. કોર્પોરેશન બેન્ક કાલાવડ રોડ ૧પ,૯૬,૪૦રપ૭

પાર્કમાં ૪ પ્લોટ શુભ રેસીડન્સી-ચોથા માળે ફલેટ-આત્મીય એપાર્ટમેન્ટ ફલેટ નં. ર૦૪                

(ર) રમેશભાઇ દલસાણીયા પરમેશ્વર એન્ટરપ્રાઇઝ બેન્ક ઓફ ઇન્ડીયા ૧પ,પ૯,૧૭૮

(૩) અજીતકુમાર મિશ્રા જામનગર રોડ-બજરંગવાડી ફલેટ નં. ૪૦૪ આર.કે.રેસીડેન્સી એચડીએફસી અમદાવાદ ૧૯ લાખ ૩૮ હજાર

(૪) આલીધ્રા પમ્પ પ્રા.લી. શાપર વેરાવળ, નાનામવા સર્વે નં. ૭૧ એકલવ્ય એપાર્ટમેન્ટ એ.યુ.ફાયનાન્સ ૩ કરોડ ૩૯ લાખથી

ફલેટ નં. ર૦૧ હિરેનભાઇ વણપરીયા વધુ રકમ

(પ) અશ્વીન ધાણક હિનાબેન ધાણક ૭૦ર-સમેત શિખર શિવધારા કોમ્પલેક્ષ ફલેટ ૩૦ર ઇન્ડીયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાયના. અમદાવાદ૬ર લાખ પ૪ હજાર

(૬) ઇગલ મોટર્સ પ્રા.લી. પ્રતિભા મહેન્દ્ર ખીમાણી હિરેન્દ્ર તુલસીદાસ ગણાત્રા એસબીઆઇ કાલાવડ રોડ ૬ કરોડ ર૦ લાખથી

મયુર ગણાત્રા, જુલી મનીષભાઇ બાવળીયા વધુ બાકી

(૭) અશોક નારાયણ પ્રિતમાણી રૈયા ચોકડી ગીરીરાજનગર નાગરીક બેંક રાજકોટ૮ લાખ ૯૯ હજાર

(૮) વસંત વિરડીયા- ૪ હરીહર -યુનિ. રોડ મેગ્મા હાઉસીંગ ફાયનાન્સ-અમદાવાદ ૬૬ લાખ  પ કરોડ ૭૯ લાખ

 

 

 

 

 

 

(4:32 pm IST)