Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

દેશ-વિદેશમાં યાદગાર પ્રવાસની સાવ સસ્તા દરે મજા માણવી છે? બેસ્ટ ટુર્સ ઓફર કરે છે 'બેસ્ટ' તક

બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી., રાજકોટ દ્વારા કાલે યોજાશે 'ટ્રાવેલ ઉત્સવ-ર૦૧૮': મેગા ડિસ્કાઉન્ટ સ્કીમઃ સ્પોટ બુકીંગ પર સ્પોટ ડિસ્કાઉન્ટ તથા દર કલાકે લકી ડ્રોઃ ૧ મેગા ડ્રો સહિત મારૂતી અલ્ટો જીતવાની તકઃ ઇન્ટરનેશનલ પેકેજ ૩૦,૦૦૦ થી અને ડોમેસ્ટીક ૧૮૦૦૦ થી શરૂ

 

બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલના દિપકભાઇ કારીયા, વત્સલભાઇ કારીયા અને અંજલીબેન કારીયા 'અકિલા' કાર્યાલયે આવ્યા હતાં. અને આવતીકાલે યોજાનારા ઇવેન્ટ અંગે 'અકિલા'ના એકઝીકયુટીવ એડીટર નિમીષભાઇ ગણાત્રા સાથે ચર્ચા-વિચારણા કરી હતી તે સમયની તસ્વીર.

રાજકોટ તા. ૬ :.. અત્રેની બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. દ્વારા આવતીકાલે હોટલ ઇમ્પીરીયલ ખાતે સવારે ૧૦ થી ૭ દરમ્યાન 'ટ્રાવેલ ઉત્સવ-ર૦૧૮'નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રવાસીઓને સાવ સસ્તા દરે દેશ-વિદેશમાં યાદગાર પ્રવાસના પેકેજીસ ઓફર કરવામાં આવશે.

ગઇકાલે 'અકિલા' કાર્યાલયની  મુલાકાતે આવેલા બેસ્ટ ટુર્સના ડાયરેકટર દિપકભાઇ, વત્સલભાઇ, અંજલીબેને જણાવ્યું હતું કે,

છેલ્લા ર૧ વર્ષથી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છની જનતાનો જેમને સંપૂર્ણ સાથ સહકાર મળતો આવ્યો છે, તેવું ટ્રાવેલની દુનિયામાં ગુંજતું નામ એટલે  બેસ્ટ  ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા. લી., રાજકોટ. એર ટીકીટ, હોટેલ બુકીંગ, ફોરેન એક્ષચેન્જ, ક્રુઝ બુકીંગ, પાસપોર્ટ અને વિઝા ઉપરાંત ડોમેસ્ટીક તથા ઇન્ટરનેશનલ ગ્રુપ પેકેજ ટુર જેવી દરેક સેવાઓ માટે વન સ્ટોપ સોલ્યુશન આપતું બેસ્ટ ટુર્સ 'ગ્રાહક પ્રથમ' ના અભિગમને કારણે અલગ છાપ આપતું આવ્યું છે.

મેનેજીંગ ડાયરેકટર શ્રી દિપકભાઇ કારીયા, ડાયરેકટર્સ રૂપલબેન, વત્સલભાઇ તથા અંજલીબેન અને ર૦ મેમ્બર્સની સક્ષમ ટીમ હંમેશા સતત નવા પ્રવાસ આયોજનો, નવા પ્રવાસ સ્થળ, નવી સાઇટસીઇંગ અને ભાવતા ભોજન તેમજ ગ્રાહક મિત્રોએ ચુકવેલ પૈસાનું  સંપૂર્ણ વળતર  મળી રહે તે સતત પ્રયત્નશીલ રહે છે.

યંગ ડાયરેકટર શ્રી વત્સલભાઇના જણાવવા મુજબ વેકેશન કયારેય રીપીટ થતા નથી.ગ્રાહક મિત્રોને દેશ-વિદેશના કોઇપણ  પ્રવાસ  દરમ્યાન શકય એટલી વધુ સગવડ મળતી રહે તે માટે સતત સચેત પ્રયત્નો કરતા રહેવા પડે છે. સમયાંતરે અમે પ્રવાસોનાં સ્થળે રૂબરૂ જઇ નવા નવા આકર્ષણ ઉમેરતા રહેવા ઉપરાંત  હોટેલ, રેસ્ટોરંટ અને ટ્રાન્સપોર્ટનું ઇન્સ્પેકશન કરતા રહીએ છીએ. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર તથા મુંબઇમાં બ્રાંચ હોવાથી અને વધુ સ્થળોએ ફ્રેન્ચાઇઝી નેટવર્કનો વિસ્તાર ચાલુ હોવાથી કોઇપણ ઇમરજન્સી  દરમ્યાન ત્વરીત સેવાનો લાભ આપી શકાય છે. હવે  BESTTOURS.ONLINE ટ્રાવેલ પોર્ટલ પણ  કાર્યરત હોવાથી ગ્રાહક મિત્રો ઘરે બેઠા અમારી વેબસાઇટ પરથી ડીજીટલ પેમેન્ટ કરીને બુકીંગ કરી શકે છે. ગ્રાહકોના સતત મળતા રહેતા સાથ સહકારને વધુ મજબુત બનાવવા બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ લાવી રહ્યું છે. 'ટ્રાવેલ ઉત્સવ ર૦૧૮' એક એવો અવસર કે જે દિવસે અભૂતપૂર્વ ડીસ્કાઉન્ટ સાથે દુનિયાના કોઇપણ સ્થળના પ્રવાસો બુક કરી શકાશે. સ્પોટ બુકીંગ પર સ્પોટ ડીસ્કાઉન્ટ ઉપરાંત દર કલાકે લકી ડ્રો અને એક મેગા ડ્રો સાથે મારૂતિ અલ્ટો કાર જીતવાની તક. આબુથી અમેરિકા, જયપુરથી જાપાન કે પુષ્કર થી પેરીસ સુધીના કોઇપણ ડોમેસ્ટીક - ઇન્ટર નેશનલ પ્રવાસો માટે ર૦૧૮ નો 'સૌથી સસ્તો દિવસ' એટલે બેસ્ટ ટુર્સ ટ્રાવેલ ઉત્સવ ર૦૧૮... દરેક પ્રવાસોની માહિતી અને સ્પોટ બુકીંગના લાભ લેવા રાજકોટ - સૌરાષ્ટ્રની જનતાને આમંત્રણ આપતા  બેસ્ટ ટુર્સના શ્રી દિપકભાઇ કારીયા હર્ષની લાગણી અનુભવે છે.

તેમણે ઉમેર્યુ કે નાના-મોટા દરેક બજેટમાં રૂ. ૩૦,૦૦૦ થી શરૂ કરીને ઇન્ટર નેશનલ તથા રૂ. ૧૮,૦૦૦ થી શરૂ કરીને ડોમેસ્ટીક ગ્રુપ પ્રવાસોમાં જોડાઇ, આવો વર્ષ ર૦૧૮ ને પોઝીટીવલી આવકારીએ. છેલ્લા ર૦ વર્ષમાં ૧,પ૦,૦૦૦ થી વધુ મુસાફરોને કોઇને  કોઇ સંતોષકારક  સેવા તથા  IATA,TAAI, RBI, OTOAI  જેવા  સર્ટીફીકેટ ધરાવનાર વિશ્વસનીય અને અનુભવના સથવારે સતત અવિસ્મરણીય પ્રવાસો આપતી 'બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા. લી.'ના આ અભુતપૂર્વ મેગા ડીસ્કાઉન્ટ સ્કીમનો લાભ લેવા ૭-૧-ર૦૧૮, રવિવારના રોજ સવારે ૧૦ થી સાંજે ૭, હોટેલ ઇમ્પીરીયલ પેલેસ યાજ્ઞિક રોડમાં 'બેસ્ટ ટ્રાવેલ ઉત્સવ ર૦૧૮' ની લાભદાયી તથા અનિવાર્ય મુલાકાત લેવા બેસ્ટ પરીવાર તરફથી ખાસ આમંત્રણ છે.  વધુ માહિતી  માટે સંપર્ક -: વત્સલભાઇ મો. ૯૩૭પર ૦૧૧૧૦, મો. ૮૦૦૦પ ૦૦૦પ૦ (પ-પ)

 

(10:44 am IST)