Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

હેલ્મેટ મુકિત બાદ રેસકોર્ષ રીંગ રોડ પર મુખ્યમંત્રી-વડાપ્રધાનના ફોટાવાળા હોર્ડીંગ બોર્ડ ફાડી નંખાયાઃ પોલીસ ફરિયાદની તજવીજ

રાજકોટ : ગઇકાલે રાજય સરકારે નાગરીકોને ફરજીયાત હેલ્મેટનાં કાયદામાંથી મુકિત જાહેર કરી દીધા બાદ આ મુદ્ે લોકોએ ખુશી વ્યકત કરી આતશબાજી અને મીઠાઇ વિતરણ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. દરમિયાન   હેલ્મટ મુકિત બાદ પણ હેલ્મેટના નામે ઉઘરાવેલ અસહયદંડ સામે કેટલાક લોકો છાને ખુણે રોષ ઠાલવી રહ્યા છે અને રેસકોર્ષ રીંગ રોડ પરનાં ડીવાઇડરોમાં લગાવાવમાં આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીના બેનરોમાંથી બંન્નેના ફોટા ફાડી નાંખવામાં આવ્યા હતા. જે તસ્વીરમાં દર્શાય છે. દરમિયાન આ બાબતે તંત્ર વાહકો આ જાહેર મીલ્કતને નુકશાની અંગે પોલીસ ફરીયાદ કરનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. (તસ્વીરો : સંદિપ બગથરીયા)

(3:53 pm IST)