Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

બહુત હુઇ હિન્દુઓ પર માર, અબ કી બાર હિન્દુઓકી સરકારઃ કાલે રાજકોટમાં AHP કાર્યાલય ઉદ્દઘાટન

યાજ્ઞિક રોડ પાસેનું કાર્યાલય હિન્દુત્વ આધારિત રાજકીય ચહલ પહલનું કેન્દ્ર બનશે

રાજકોટ તા.૫: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક-આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડિયાના ''હિન્દુ હી આગે''ના વિચાર અને ધ્યેય સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરનાં કાર્યાલયનો શુભ આરંભ તા. ૬ ડીસેમ્બરે ગુરૂવારે થઇ રહયો છે. સવારે ૧૦ કલાકે પ.પૂ. શ્રી ૧૦૦૮શ્રી જયરામદાસબાપુ (શ્રી ખોડીયારધામ આશ્રમ-કાગદડી), પ.પૂ. અધિકારી મહંત શ્રી રાઘવદાસજી મહારાજ (રામ લક્ષ્મણ આશ્રમ-માધાપર)ના હસ્તે કળશ સ્થાપન કરવામાં આવશે તેમજ સાંજે ૬ કલાકેશ્રી સત્યનારાયણ ભગવાનની કથા રસમય શૈલીમાં શાસ્ત્રીશ્રી શંકરમહારાજ કરાવશે.

કાર્યાલય સ્થળ : ''વિરલ કોમ્પલેક્ષ'' હેમુગઢવી હોલ સામે, યાજ્ઞિક રોડ, પોલીસ ચોકી વાળો રોડ, સરદારનગર શેરીનં. ૧૨નો ખુણો, ડો. દસ્તુર માર્ગ, રાજકોટ ખાતે તમામ હિન્દુ ધર્મ પ્રેમી ભાઇઓ-બહેનોને પધારવા જાહેર નિમંત્રણ આપવામાં આવે છે.

બજરંગદળ દ્વારા મહાઆરતી

રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા તા. ૬ ડીસેમ્બરે સવારે ૧૧.૩૦ કલાકે રાજકોટ કલેકટર ઓફીસના ગેટ પાસે મહાઆરતી કરવામાં આવશે અને અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનો સંકલ્પ કરવામાં આવશે. રાષ્ટ્રીય બજરંગદળ રાજકોટ મહાનગરનાં સંયોજક-દિલીપભાઇ સોલંકી, સુરેશભાઇ વોરા, ભાવિનભાઇ સોની, કરણભાઇ હેરમા, દિલીપભાઇ ખોલીયા દ્વારા હિન્દુ યુવાનોને આ મહાઆરતીમાં પધારવા અનુરોધ કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ-પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંતના દરેક જિલ્લા કેન્દ્રો ઉપર ૬ ડીસેમ્બર ''હિન્દુ શોર્ય દિન'' નિમિત્તે મહાઆરતી, હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામા઼ આવેલ છે. તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. ગોવિંદભાઇ ગજેરા, મહામંત્રી બકુલભાઇ ખાખી, મંત્રી નિર્મળસિંંહ ખુમાણ, જયંતિભાઇ પટેલ, રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જગદીશભાઇ વડોદરીયા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર અધ્યક્ષ છગનભાઇ પટોળિયા, કાર્યકારી અધ્યક્ષ ચંદુભાઇ સોની, ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઇ રાઠોડ, નયનભાઇ સૂચક, રાજુભાઇ સોલંકી, મંત્રી શૈલેન્દ્રભાઇ ટાંક, કિશોરભાઇ સગપરીયા, રા.કિસાન પરિષદના ભરતભાઇ સુદાણી, મનોજભાઇ પરમાર, રા.મજદુર પરિષદના અધ્યક્ષ શિવદત્તભાઇ ધ્રુવ, એડવોકેટ ફોરમના ધવલભાઇ સુદાણી, ઓજસ્વીની સંયોજિકા દિવ્યાબેન ટાંક, ક્રિષ્નાબેન પીઠડીયા તેમજ અશોકભાઇ હરસોરા, પ્રફુલભાઇ ચાંગાણી વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જયંતિભાઇ પટેલે રાજકોટનાં હિન્દુ ધર્મપ્રેમી સમાજને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહ્વાન કર્યું છે.

(૧) સાડા ચાર વર્ષનો હિસાબ આપો, શ્રી રામને કેમ છોડયા જવાબ આપો, (ર) બહુત હુઇ હિન્દુઓ પર માર, અબકી બાર હિન્દુઓ કીસરકાર, (૩) જો હિન્દુ હિત કા કામ કરેગા ઉસીકો હિન્દુુ વોટ દેગા, (૪) સંસદમે કાનુન બનાવો, રામ મંદિર જલ્દ બનાવો, (૫) બહુત હુઇ બેરોજગારી-મહંગાઇ કી માર, અબ કી બાર પબ્લીક કી સરકાર, (૬) ઉઠો નિકલો કદમ બઢાઓ 'હિન્દુ હી આગે' કી અલખ જગાવો વગેરે મુદ્દા આવરી લેવામાં આવ્યા છે.

(4:20 pm IST)