Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

રાજકોટ સહિત રાજયના પાંચ જિલ્લામાં હવે આજથી નવી શરત-જુની શરત કામગીરી પણ ઓનલાઇન શરૂ

પ્રીમિયમ ઓનલાઇન ભરવાનું રહેશેઃ ઓફલાઇન અરજી લેવાનું બંધ કરાયું : પ્રીમિયમના દર મહિને ૩૦થી વધુ કેસોઃ બીન ખેતીના સોફટવેરમાં જ ખાસ પોર્ટલ મુકાયું

રાજકોટ તા.૫: બીનખેતી ઓનલાઇનની સફળતા બાદ આજથી રાજય સરકારે રાજકોટ ઉપરાંત ગાંધીનગર, સુરત, ભરૂચ, વડોદરા જિલ્લામાં નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવાના કેસો-અરજી પ્રક્રિયા અને પ્રીમિયમ ભરવા અંગે પણ ઓનલાઇન કામગીરી શરૂ કરી દીધી છે. કલેકટર કચેરીના સાધનોના ઉમેર્યા પ્રમાણે રાજકોટ કલેકટર તંત્રે ઓફલાઇન અરજી લેવાનું જ આજથી બંધ કરી દીધું છે, અને આમાં જે અભિપ્રાય લેવાતો તે બાબત પણ નીકળી ગઇ છે.

રાજકોટ કલેકટર સમક્ષ દર મહિને૩૦ જેટલા કેસો પ્રીમિયમ અંગેના હોય છે, ઓનલાઇન થતા કામગીરી ઝડપી બનશે, અને બીનખેતી ઓનલાઇન સોફટવેરમાં જ આ પ્રીમિયમ કામગીરી ઓનલાઇન અંગેનુ પોર્ટલ મુકી દેવાયું છે. પ્રીમિયમ ઓનલાઇન કામગીરીમાં જે તે પાર્ટી પોતાની નવી શરતની જમીન જુની શરતમાં ફેરવવા માટે ખેતીથી ખેતીનો હેતુ માટે વિગેરેસંદર્ભે અરજીઓ આપતી હોય છે, બીન ખેતીમાં પ્રીમિયમ હોય છે, આ બીધ પ્રક્રિયા રાજકોટ સહિત પાંચ જિલ્લામાં આજથી ઓનલાઇન થઇ ગઇ છે, અને અમલવારી પણ કરી દેવાઇ છે.

(4:11 pm IST)